અકસ્માત:ક્રુઝરનું ટાયર ફાટતાં દરવાજો ખુલી ગયો, નીચે પટકાતા મહિલાનું મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને માથામાં તથા શરીરે ઇજાઓ થતાં મોત નિપજ્યું
  • અકસ્માત સર્જાતા ચાલક ગાડી મુકી નાસી ગયો

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ખોડીયાર માતાના મંદીર પાસે બપોરના સમયે પુરપાટ દોડી જતી ક્રુઝર ગાડીનું ટાયર ફાટતાં ડાબી બાજુનો દ૨વાજો ખુલી જતાં અંદર સવાર મહિલા ચાલુ ગાડીમાંથી રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. ગતરોજ બપોરના અરસામાં ક્રુઝર ગાડીનો ચાલક પોતાનું વાહન પૂરઝડપે હંકારી લઇ જતો હતો.

તે દરમિયાન ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ખોડીયાર માતાના મંદિર પાસે અકસ્માતે ગાડીનું ટાયર ફાટતાં ગાડીનો ડાબી બાજુનો દ૨વાજો ખુલી જતાં દરવાજા પાસે બેસેલ રજીલાબેન નામની મહિલા ચાલુ ગાડીમાંથી રોડ પર પટકાતાં તેના શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક પોતાનું સ્થળ પર મૂકી નાસી ગયો હતો. આ સંબંધે ડુંગરી ગામના સોમાભાઈ રામસીંગભાઈ હઠીલાએ લીમડી પોલીસ મથકે ક્રુઝર ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...