ચેતવણી:ડિઝાસ્ટર વિભાગે ત્રણ દિવસની વરસાદની આગાહીનો પત્ર પાઠવી ચેતવણી આપી

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપીએમસી સહિત અનાજના ગોડાઉનની સાવચેતી રાખવા પત્ર પાઠવાયો દાહોદના અનાજના વેપારીઓને કમોસમી માવઠાથી નુકસાન થવાની ભીતી માર્કેટમાં ખરીદી પૂરજોશમાં ચાલતી હોઈ ઠેર-ઠેર ખુલ્લામાં અનાજ મુકેલુ છે

દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. ખાસ કરીને દાહોદ એપીએમસી સહિતના અનાજના ગોડાઉનમાં સાવચેતી રાખવામાં આવે તે માટે સંલગ્ન તંત્ર દ્વારા સુચના પણ આપી દેવામાં આવી છે.

મધ્યગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠું પડી શકે તેવા એંધાણો સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલ્ટો પણ આવ્યો છે, જેને પગલે વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું છે. કમોસમી વરસાદ અને માવઠાની આગાહીને પગલે કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ દાહોદની કચેરી ખાતેથી દાહોદ એપીએમસી સહિત અનાજના ગોડાઉનની સાવચેતી રાખવા માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે લેખિત સુચના પણ આપી દેવામાં આવી છે.

દાહોદ જીલ્લામાં કમોસમી માવઠાની આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યું હતું. હાલમાં દાહોદ એપીએમસીમાં મકાઈ, સોયાબીન, ડાંગર સહિતના નવા ધાનની ખરીદી પૂર જોશમાં ચાલી રહી છે. તેને કારણે અનાજનાં માર્કેટ હાઉસફુલ હોવાથી ખુલ્લામાં તેમજ રસ્તાઓ પર અનાજની ગુણોના ઢગલા ખડકાયેલા છે. તેવા સમયે જો વરસાદી ઝાપટા થશે, તો અનાજ પલળીને બગડી જવાની દહેશત ઉભી થઈ છે. વેપારીઓ પાસે અનાજનો જથ્થો વધારે હોવાથી ખુલ્લામાં જ રાખવો પડે તેમ હોવાથી વેપારીઓને માથે જોખમ તોળાઈ રહ્યું છે. જેથી ખુલ્લામાં રાખેલા અનાજને પ્લાસ્ટીક વડે ઢાંકી દીધા સિવાય કોઈ વિકલ્પ નથી.

અન્ય સમાચારો પણ છે...