વિવાદ:ટ્રેક્ટરથી વાવેતર કરવા આવેલા લોકોને રોકતાં દંપતીને જાનથી મારવાની ધમકી

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જાતિવિષયક અપમાનિત કરતા શબ્દો બોલી ગાળો આપી
  • 3 મહિલા સહિત 21 સામે રાયોટિંગ, એટ્રોસિટીનો ગુનો દાખલ

વાલાગોટામાં વાવેતર કરેલ જમીનમાં ટ્રેક્ટરથી વાવેતર કરવા આવેલા લોકોને રોકતાં દંપત્તિને જાતિ વિષયક અપમાનિત કરતાં શબ્દો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. 3 મહિલા સહિત 21 સામે રંધીકપુર પોલીસમાં રાયોટિંગ તથા એટ્રોસિટીનો ગુનો દાખલ કરાવ્યો હતો.દાહોદ જિલ્લાના સીંગ વડ તાલુકાના વાલાગોટા ગામના ગીરાબેન અરવિંદભાઇ મદનિયાએ ગીરો રાખેલ જમીનમાં હુડીયાનું વાવેતર કર્યુ હતું.

જે વાવેતર કરેલ જમીનમાં ગામમાં રહેતા વિક્રમ બળવત, મેહુલ વિક્રમ, વનિતાબેન વિક્રમ, કલ્યાણ સિંહ ચંદુ, વિજય ગમીર, પંકજ કાળુ, રૂમાલ ચેંદુ , ગોવિંદ ભારત, ભારત ચંદુ, આરત ચંદુ, નર આરત, અભેસંગ બળવંત, જયેન્દ્ર રૂમાલ, ભારતીબેન કાળુ, જમનાબેન હીરા, ગીતાબેન હીમત, બળવંત ચંદુ, હીરા ચંદુ, રાકેશ ભારત, કાળું ચેંદુ તથા કીમત બળવંત તમામ જાતે ચૌહાણ એક સંપ થઇ ગેરકાયદે મંડળી બનાવી ટ્રેક્ટર લઇ આવી વાવેતર કરેલ જમીનનાં ટ્રેક્ટરની ખેડી વાવેતર કરતા હતા.

જેથી ગીરાબેન તથા તેમના પતિ અરવિંદભાઇ મદનિયાએ આ જમીન અમો ગીરો રાખેલ છે તેમ કહેતા તમામ લોકોએ ગીરાબેન તથા અરવિંદભાઇને અપશબ્દ બોલી જમીન અમે વેચાણ રાખેલ છે આ જમીનમાં અમે ખેતી કરીશું અને થાય તે કરી લેજો કહળી તથા મેહુલ વિક્રમ ચૌહા, વિક્રમ બળવંત ચૌહા, વનિતાબેન વિક્રમ ચૌહાણે જાતિ વિષયક અપશબ્દ બોલી અમને કેમ ખેતી કરવા દેતા નથી તેમ કહી અપમાનિત કરતા શબ્દો બોલી તેમજ તમા લોકોએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ સંદર્ભે ગીરાબેન અરવિંદભાઇ મદનિયાએ ત્રણ મહિલા સહિત 21 લોકો સામે રંધીકપુર પોલીસ મથકે રાયોટિંગ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તમામ લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...