અંગદાન, મહાદાન:ઝાલોદના દંપતિએ લગ્નની 13મી વર્ષગાંઠે મૃત્યુ પછી અંગદાન કરવાનો નિર્ણય કર્યો

દાહોદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દંપતિએ પારૂલ સેવાશ્રમ હોસ્પિટલને અંગદાન કરવાનો સંકલ્પ લીધો દંપતિએ અંગદાન માટે લેખિત સંમતિપત્ર પણ પહોંચાડી દીધું પરિવાર, સમાજ તેમજ ગ્રામજનોએ દંપતિના આ સંકલ્પને સહર્ષ વધાવ્યો

દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં એક દંપતિએ પોતાના લગ્ન જીવનના 13 વર્ષ પૂર્ણ થતાં અંગદાન કરવાનો સંકલ્પ કર્યો હતો. દંપતિએ પારૂલ સેવાશ્રમ હોસ્પિટલને અંગદાન કરવાનો સંકલ્પ લેતાં પરિવાર, સમાજ તેમજ ગ્રામજનોએ તેમના આ સંકલ્પને વધાવી લીધો હતો.

ઝાલોદના નાથુભાઈ અગ્રવાલના દીકરા શ્રીરામ અગ્રવાલ અને પુત્રવધુ અંજલિ અગ્રવાલના લગ્ન જીવનના આજે મંગળવારે 13 વર્ષ પૂર્ણ થયાં હતાં. જેથી તેમણે 13મી વર્ષગાંઠ નિમિત્તે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલે અંગદાન કરવાનો સંકલ્પ લીધો હતો. અંગદાનનું કાર્ય એ અમૃત પીવા બરાબર છે, માણસ મૃત્યુ પછી અમર થઈ શકે છે. ઘણાવાર અંગોની જરૂરિયાતને લીધે કોઈકનો દીકરો, કોઈકના પિતા, કોઈની માં/બહેન, કોઈકનો ભાઈ, કોઈકના દોસ્ત જિંદગીની જંગ હારી જતા હોય છે. આવા સમયે મૃત્યુ પછી અંગદાન કરી કોઈ બીજાને જિંદગી પ્રદાન કરી શકાય છે. એવી જ રીતેના શ્રીરામ અગ્રવાલ અને અંજલિ અગ્રવાલ દ્વારા અંગદાન કરવાનો સંકલ્પ લેવાયો હતો. જેના માટે તેમણે લેખિત સંમતિપત્ર પણ પહોંચાડી દીધુ હતું. આમ અંગદાન કરી આ દંપતિએ સમાજ અને જિલ્લામાં અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...