તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:દાહોદ શહેરમાં કોરોના હેલ્પ લાઇનને બેડ અને રેમડેસિવિર માટે સૌથી વધુ કોલ આવ્યા

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1 મહિનામાં ફોનથી મદદ માંગનારા 806 લોકોની સમસ્યાઓનો નિકાલ કરાયો

કોરોનાની ઝંઝાવાતી બીજી લહેરમાં એક સાથે કોવીડ કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો. દાહોદ જિલ્લામાં કોરોના બાબતે નાગરિકોની સમસ્યાઓના ત્વરિત નિકાલ લાવવા માટે 10 એપ્રિલથી કમાડં એન્ડ કંટ્રોલ રૂમ એન્ડ ગ્રીવન્સીસ રીડ્રેસ સેલ કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો હતો.

આ સેલમાં કામ કરતાં 10 જેટલા કર્મચારીઓ તેમના નોડલ અધિકારી ડો. નિરજ તિવારી સાથે રાઉન્ડ ધ કલોક લોકોની સમસ્યા ઉકેલી રહ્યાં છે. આ સેન્ટરની હેલ્પલાઇન નંબર ઉપર નાગરિકોના મદદ માટે ફોન આવતા હોય છે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે છે. જરૂર જણાય તો અહીંની એક ડોક્ટર સાથેની એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક દર્દીની મદદ માટે દોડી જાય છે.

આ ઉપરાંત અહીંથી કોવિડ દર્દીઓ, હોમ આઇસોલેટેડ લોકોને કોલ કરીને તેમના ખબર અંતર પૂછવામાં આવે છે. જિલ્લાના કોઇ પણ નાગરિક કોરોના લગતી કોઇ પણ સમસ્યા માટે ચોવીસે કલાક ચાલતા આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગી શકે છે. મુખ્યત્વે અહીં આવતા ફોનમાં કયા હોસ્પિટલમાં બેડ ખાલી છે, ઓક્સિજન બેડ, રેમડેસિવિર ઇન્જેક્શન, આરટીપીસીઆર ટેસ્ટિંગ સેન્ટર અને તેના રિપોર્ટ બાબત, વેક્સિનનું સ્થળ, દવાઓ વગેરે જેવી બાબતો અંગે માહિતી માંગવામાં આવ્યા હતાં. અહીંથી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી કોવીડ હોસ્પીટલોની અદ્યતન માહિતી રાખવામાં આવે છે.

નાગરિકોને કયાં બેડ ઉપલબ્ધ છે કે રેમડેસિવિર ઇન્જેક્શન કેવી રીતે મળશે તેવી તમામ બાબતો સંતોષજનક રીતે નાગરિકોને સમજાવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 806 નાગરિકો દ્વારા ફોન કરવામાં આવ્યા છે જેમાંથી 241 ફોન તો રાત્રીના કર્યા હતા આમાંથી 796 ક્વેરીનો નિકાલ લાવ્યો હતો.ગ્રામજનોને સીધા ફોન કરીને તેમના ગામમાં સર્વેલન્સની ટીમ, આરોગ્ય સુવિધાઓ વિશે પૃચ્છા કરી હતી. કોલની કુલ સંખ્યા જોઇએ તો અત્યાર સુધીમાં 25467 કોલ કર્યા હતા. જેમાંથી 17468 કોલ રીસીવ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...