તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ઢોલનું કામ ન મળતા દાહોદના કારીગરોનો વ્યવસાય બેસૂરો

દાહોદ2 મહિનો પહેલાલેખક: સચિન દેસાઈ
 • કૉપી લિંક
 • કોરોનાના લીધે રંગોત્સવની ઉજવણીના પ્રતિબંધથી ગત વર્ષોની‌ સરખામણીએ માંડ 30% કામ મળ્યું
 • દાહોદના ડબગર‌ સમાજના કારીગરો કોરોનાકાળમાં પણ ઢોલ‌ બનાવી પેટિયું રળે છે

કોરોનાની મહામારીના કારણે હોળી જેવા પર્વની ઉજવણીમાં પ્રતિબંધના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા દાહોદના કારીગરો આર્થિક રીતે બેહાલ બન્યા છે.આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં વિસ્તારમાં વર્ષોથી પોતાની આગવી સંસ્કૃતિ ટકાવી રાખી ઢોલના ધબકારે રંગોત્સવની પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી થાય છે. ત્યારે ઢોલ જેવા સંગીતવાદ્યો બનાવી સંગીતના સૂરીલા ક્ષેત્રે કાર્યરત દાહોદ ડબગરવાસના કારીગરોનો વ્યવસાય આ વર્ષે કોરોનાના લીધે બેસૂરો બન્યો છે.

તંત્ર દ્વારા હોળીના રંગોત્સવની જાહેર ઉજવણી ઉપર પ્રતિબંધ મુકાવાથી આ સિઝનમાં ઢોલને બાંધવાની આ દિવસોમાં ધમધોકાર ચાલતી કામગીરી ઠપ્પ થતા વર્ષોથી જે તે ઢોલ બાંધવા સહિત નવા ઢોલ, નગારા વગેરે સંગીતના સાધનોના વેચાણમાંથી આજીવિકા રળતા ડબગર સમાજના ગણતરીના મુખ્ય ત્રણ સહિત છ- સાત પરિવારો કફોડી સ્થિતિ અનુભવી રહ્યા છે.

ગત વર્ષથી કોરોનાથી નવરાત્રિ, ગણેશોત્સવ, જન્માષ્ટમી, દીપોત્સવ બાદ હવે હોળી જેવા નિર્દોષ પર્વની ઉજવણી પર પ્રતિબંધ મુકાતા અનેક ધંધાને આર્થિક ફટકો પડયો છે. ઢોલ બનાવવાની મજૂરી પેટેરૂ.1300થી 1500નો ભાવ ધરાવતા આ વ્યવસાય સાથે સંકળાયેલા ડબગર સમાજના જીતુભાઈ દેવડાએ જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોનાના કારણે ગંભીર અસર પહોંચતા ગયા વર્ષ કરતા માંડ 25 -30 % ઘરાકી છે.

આ વર્ષે માંડ 100-125 ઢોલનું કામ મળ્યું
સામાન્ય વર્ષોમાં તો સારી ઘરાકી રહેતી હતી. એક વર્ષથી ઉજવણીઓ જ ન થતા આ કામમાં 65થી 70% જેટલો ઘટાડો થવાથી કારીગરોની સ્થિતિ ખૂબ કફોડી બની છે. આ સિઝનમાં જ સરેરાશ 250થી 300 ઢોલ કસવાના ઓર્ડર મળતા હતા. તેની સામે આ વખતે માંડ 100-125 ઢોલનો જ ઓર્ડર મળ્યો છે. તો વળી, ચામડાનું મટીરિયલ પણ મોંઘુ થયું છે. કોરોના‌જન્ય પ્રતિબંધ સાથે ભાવવધારાના બેવડા મારથી આ વર્ગ સ્વાભાવિક નવરોધૂપ બન્યો છે.

ઢોલ કસવાનું કામ ઓછું થતા તકલીફ પડે છે
અગાઉ અમારી પાસે એડવાન્સમાં ઢોલ કસવાના ઓર્ડર બુક થતા હતા. છેલ્લા 60-65 વર્ષોથી ચાલતી અમારી દુકાને ઢોલની બંને સાઇડે ચામડું બંધાવવા માટે આ સિઝનમાં ખાસ્સા લોકો આવતા હતા. પણ, આ વર્ષ કોરોના મહામારીથી અન્ય ધંધાઓની જેમ અમને પણ ગંભીર આર્થિક અસર પહોંચી છે. - પ્રવિણભાઈ પરમાર, ઢોલના કારીગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો