તપાસ:બામરોલીમાં માથું ધડથી જુદું કરી હત્યા કરાયેલી યુવતીની લાશ મળી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતી આંકલી ગામની નીકળી : બે દિવસથી ગુમ હતી : મામાના ઘરે સરસીયા રહેતી હતી
  • ડોકથી ધડ 15 મીટર દૂર પડેલું મળ્યુ: માત્ર એક ગાલ ઉપર જ ઇજાના નિશાન

બામરોલી ગામના જંગલમાં ધડથી ડોકી જુદી કરીને હત્યા કરીને ફેંકી દેવાયેલી આંકલી ગામની યુવતીની લાશ મળી આવતાં ખળભળાટ મચ્યો હતો. રોડથી 100 મીટર અંદરની તરફ ડોકથી યુવતીનું ધડ 15 મીટરની દૂરી પર મળ્યું હતું. યુવતીને એક ગાલ પર ઇજા થયેલી છે. આ સાથે તેણે પહેરેલો લેંઘો પણ ઉતરેલી અવસ્થામાં જોવા મળતાં દુષ્કર્મ પણ કરાયા ની શંકાઓ વ્યક્ત કરાઇ છે. યુવતી બે દિવસથી ગુમ હોવાનું જાણવા મળ્યુ છે. સાગટાળા પોલીસે હત્યા સબંધિ ગુનો નોંધ્યો છે. યુવતીનું દેવગઢ બારિયાના સરકારી દવાખાનામાં પેનલ પોસ્ટ મોર્ટમ કરા વ્યુ હતું.

આંકલી ગામની વતની પાર્વતીબેન તેના મામાના ઘરે સરસીયા ગામે રહેતી હતી. વન વિભાગના રોજમદાર લક્ષ્મણભાઇ અને મસુરભાઇને બામરોલી ગામના કોપ વાળા જંગલમાં રોડથી આશરે 100 મીટર દૂર સાંજના 6 વાગ્યાના અરસામાં એક છોકરીનું ધડથી માથુ કાપી નાખેલી હાલતમાં જોવા મળ્યુ હતું. જેથી બામરોલીના અગ્રણી રાજેશભાઇને જાણ કરી હતી. તેઓ ઘટના સ્થળે ધસી જતાં આશરે 20થી 25 વર્ષની યુવતી મરણ હાલતમાં જોવા મળી હતી. તેનું માથુ ધડથી કાપી નાખી 15 મીટર દૂર પડ્યુ હતું. યુવતીના જમણા ગાલ ઉપર ઇજાઓ જોવા મળી હતી.

ધડના ભાગે જીવાત પડી ગઇ હતી. શરીરે પીળા રંગનું લાલ ફુલોની ડિઝાઇન વાળુ ટોપ પહેરેલું હતુ અને ડાબા પગે ઢીંચણના ભાગેથી નીચે તરફ લેંઘો નીકળેલો જોવા મળ્યો હતો. આ સાથે લેડીસ ચપ્પલ પણ બાજુમાં પડેલા જોવા મળ્યા હતાં. ઘટના અંગેની જાણ થતાં પોલીસે ધસી જઇને યુવતીને પેનલ પોસ્ટમોર્ટમ માટે દેવગઢ બારિયા ખસેડી હતી. તપાસ કરતાં યુવતી આંકલી ની પાર્વતી હોવાનું જાણવા મળ્યુ હતું. પાર્વતીની હત્યા કોણે અને કયા કારણોસર કરી છે તેની તપાસમાં પોલીસ જોતરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...