અકસ્માતમાં મોત:લીમખેડાના ચીલાકોટામાં બાઈક સ્લીપ થઈ, પાછળ બેઠેલી મહિલાનુ ગંભીર ઈજાઓથી મોત

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ સ્લીપ ખવડાવી દેતાં મોટરસાઈકલની પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યુ હતુ.જેથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

વધુ ઝડપને કારણે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો
ગત તા.7 સપ્ટેમ્બરના ચીલાકોટા ગામે રહેતા ગોપસીંગભાઈ વિરસીંગભાઈ ડામોર પોતાની મોટરસાઈકલ પર ગીતાબેન હરેશભાઈ મોહનીયા (રહે. ઉંડાર, આમલી ફળિયા, તા.ધાનપુર, જિ.દાહોદ) ને બેસાડી લીમખેડા તાલુકાના ચીલોકાટા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી.

ગંભીર ઈજાઓને કારણે મહિલાનુ મોત નીપજ્યુ
સર્જાયેલા આ અકસ્માતમાં મોટરસાઈકલની પાછળ બેઠેલા ગીતાબેન મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટાકાતાં ગીતાબેનને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં ગીતાબેનનું મોત નીપજ્યું હતું.

પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ
આ સંબંધે ઉંડાર ગામે આમલી ફળિયામાં રહેતાં કાળુભાઈ ભીલજીભાઈ મોહનીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...