સ્વચ્છતા સર્વેક્ષણ -2021:પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગોધરાને બાદ કરતાં 8 પાલિકાનું શ્રેષ્ઠ પ્રદર્શન

દાહોદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં આવા કચરાના ઢગલાને લીધે ગોધરાનો 78મો નંબર આવ્યો. - Divya Bhaskar
ગોધરામાં આવા કચરાના ઢગલાને લીધે ગોધરાનો 78મો નંબર આવ્યો.
  • કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021નું સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, તમામના રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો
  • દાહોદ​​​​​​​, ગોધરા, લુણાવાડા, સંતરામપુર, શહેરા, ઝાલોદ, દેવગઢ બારિયા, હાલોલ અને કાલોલમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરાયું હતું

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021માં 25 હજાર,50 હજાર, 1 લાખ અને 10 લાખથી વધુ વસ્તીવાળા શહેર અને ગામોમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણમાં દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના 9 શહેરી વિસ્તારનો સમાવેશ થયો હતો. તેમાં અગ્ર ક્રમાંકે આવવા માટે આ વખતે તમામ નગર પાલિકાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યંુ હતું. દેશના એક લાખથી વધુ વસ્તીવાળા શહેરોની કેટેગરીમાં આવતું પંચમહાલ જિલ્લાનું ગોધરા શહેર જ માત્ર ગત વર્ષના પોતાના 78મા ક્રમાંકે સ્થગિત જોવા મળ્યંુ હતું. જ્યારે ત્રણે જિલ્લાની વિવિધ આઠ નગર પાલિકા વિસ્તારોએ પોતપોતાની કેટેગીરીમાં આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણમાં સારું પ્રદર્શન કર્યુ હોવાનું જોવા મળ્યું હતું.

દાહોદ 86મા ક્રમથી 59 ક્રમાંકે પહોંચ્યું, રાજ્યમાં છઠ્ઠા નંબરે
સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં દાહોદ નગર પાલિકાએ સારુ પ્રદર્શન કર્યુ છે. ગત વર્ષના નિરાશાજનક પ્રદર્શનથી આગળ વધીને દાહોદ વેસ્ટઝોનમાં 59મા નંબરે અટક્યું છે. સર્વેક્ષણની ઔપચારિકતા અને કામ ઉપર ગત વર્ષના મુકાબલે ખર્ચ પણ વધુ કરાયો હતો. તેના પરિણામે દાહોદ 27 પાયદાન ઉપર ચઢેલું જોવા મળ્યું હતું. આ પરિણામ 50 હજારથી 1 લાખની વસ્તીવાળા શહેરોનું છે. ઝોનના 132 શહેરોમાંથી દાહોદ 59મા ક્રમાંકે રહ્યું હતું. જ્યારે રાજ્યના આવા 13 શહેરો સાથેની સ્પર્ધામાં તેનો ક્રમ છઠ્ઠો રહ્યો હતો. વર્ષ 2019માં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં દાહોદ શહેર ઝોનમાં 197મા ક્રમાંકે હતું. બાદ 2020માં તેમાં સુધારો થતાં તે 86મા ક્રમાંકે રહ્યું હતું. દાહોદને 6 હજારમાંથી 3043 માર્ક મળ્યા હતાં. તેવી જ રીતે 50 હજારથી ઓછી વસ્તીવાળા શહેરોમાં સમાવિષ્ઠ ઝાલોદનો ઝોનના 304 ગામમાં કરાયેલા સર્વેક્ષણમાં 231 ક્રમ આવ્યો છે. તેને 6 હજારમાંથી 2011 માર્ક મળ્યા હતાં. 2019માં ઝાલોદનો 551 અને 2020માં 706 ક્રમાંક હતો. જેમાં સુધારો જોવાયો હતો. તેવી જ રીતે 25 હજારથી ઓછી વસ્તીવાળા ઝોનના 557 ગામોમાંથી દેવગઢ બારિયાનો 150મો નંબર આવ્યો છે.

ગોધરાએ કોઇ પ્રગતિ ના કરી, હાલોલ તેમજ કાલોલ પણ આગળ વધી ગયા
​​​​​​​પંચમહાલની ગોધરા નગર પાલિકાનો સમાવેશ એક લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં થયો હતો. ગોધરાને 2021માં સ્વચ્છતા સર્વેક્ષણમાં 6 હજારમાંથી 345.17 માર્ક મળ્યા હતાં. જેથી દેશના 372 શહેરોમાં તેનો ક્રમ 78મો રહ્યો હતો. સર્વેક્ષણમાં ગોધરાને સર્વિસ લેવ પ્રોગ્રેસમાં 2400માંથી 1499, સિટિઝન વોઇસમાં 1800માંથી 1093 અને સર્ટિફિકેશનમાં 1800માંથી 500માર્ક મળ્યા છે. 2019માં ગોધરા દેશમાં 109મા નંબરે હતું જ્યારે 2020માં તેનો ક્રમ 78 હતો. આ વખતે મહેનતના અભાવે તે ગત વર્ષના ક્રમાંકે જ રહ્યું હતું. તેવી જ રીતે ઝોનના 132 શહેરોમાંથી હાલોલનો 74મો ક્રમ રહ્યો. 2019માં 169 બાદ 2020માં પછડાટ ખાઇને 525મા નંબરે રહેલા હાલોલે આ વખતે 451 ક્રમે કૂદકો માર્યો હતો. તેને 6 હજારમાંથી 1902 માર્ક મળ્યા હતાં. કાલોલને પણ ઝોનના 304 નગરમાંથી 89મો રેન્ક મળ્યો હતો. તેને 2902 માર્ક મળ્યા હતાં. 2019માં 293 અને 2020માં 402 નંબરે રહેલું કાલોલ આ વખતે 345 પાયદાન વધ્યું હતું.

લુણાવાડા ઝોનના 304 શહેરો પૈકી 119મા ક્રમાંકે
​​​​​​​મહીસાગર જિલ્લામાં લુણાવાડા અને સંતરામપુરમાં 2021માં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાયું હતું. લુણાવાડા શહેર ઝોનના 304 શહેરોમાંથી 119માં ક્રમાંકે રહ્યો હતો. સર્વેક્ષણ દરમિયાન લુણાવાડા નગરપાલિકા દ્વારા કરાયેલી મહેનતના પરિણામે સર્વિસ લેવ પ્રોગ્રેસમાં 2400માંથી 1317.45, સિટીઝન વોઇસમાં 1800માંથી 1090 અને સર્ટીફિકેશનમાં 1800માંથી 500માર્ક મળ્યા હતાં. આમ તેને 6 હજારમાંથી 2907 માર્ક મળ્યા હતાં. વર્ષ 2019માં 168 અને 2020માં 520 ક્રમાંકે રહેલા લુણાવાડાએ વર્ષ 2021માં 401 પાયદાનનો કૂદકો માર્યો હતો. આ સાથે સંતરામપુરને પણ છ હજારમાંથી 2597 પોઇન્ટ મળતાં તે ઝોનમાં 312માં ક્રમાંકે રહ્યુ હતું. સર્વિસ લેવ પ્રોગ્રેસમાં 2400માંથી 1285.45, સિટીઝન વોઇસમાં 1090માંથી 1012 અને સર્ટિફીકેશનમાં 1800માંથી 300 માર્ક મળ્યા હતાં. વર્ષ 2019માં 319 અને 2020માં 666 રેન્ક હતી જ્યારે આ વખતે 312 રેન્ક મેળવીને સંતરામપુર 354 પાયદાન આગળ વધી ગયંુ હતું.

અન્ય સમાચારો પણ છે...