ચૂંટણી સંપન્ન:આગાવાડામાં 60, સીમલીયા બુઝર્ગમાં 55 અને કેલીયામાં 72% સરેરાશ મતદાન થયું

દાહોદ,ગરબાડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સીમલીયા બુઝર્ગ પેટા ચૂંટણીમાં મતદારો દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
સીમલીયા બુઝર્ગ પેટા ચૂંટણીમાં મતદારો દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું હતું.
  • દાહોદ જિલ્લાની પેટા ચૂંટણી સંપન્ન
  • ત્રણે સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયતોની ખાલી પડેલી પેટા ચૂંટણીઓ રવીવારના રોજ યોજાઇ હતી. પેટા ચુંટણીને કારણે ત્રણે ગામના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવારોએ ત્રણે સ્થળે મતદારોને પોતાના પક્ષે ખેંચવાના વિવિધ નુસ્ખા અપનાવ્યા હતાં. સાંજના પાંચ વાગ્યા સુધી દાહોદ તાલુકાના આગાવાડામાં સરેરાશ 60 ટકા, સીમલીયા બુઝર્ગમાં સરેરાશ 55.97 ટકા અને કેલીયામાં 72 ટકા સરેરાશ મતદાન નોંધાયુ હતું. આ ત્રણે સ્થળે સવારથી પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

મતદાન બાદ મતગણતરી અનુક્રમે ટેકનીકલ હાઇસ્કુલ, દાહોદ, મામલતદાર કચેરી, ગરબાડા, મામલતદાર કચેરી, દેવગઢ બારીયાના કેન્દ્રો ખાતે યોજાશે. ઉલ્લેખનિય છે કે, ગરબાડા તાલુકાના સીમલીયા બેઠક પર વિજેતા પક્ષ ઉમેદવાર સુમિત્રાબેન કનુભાઈ મોહનીયા ત્રણ બાળકો હોવાથી ભાજપાના પરાજિત ઉમેદવાર લલિત ભાઈ પરમાર દ્વારા આ બાબતની રજૂઆત કરતાં અપક્ષ ઉમેદવાર સુમિત્રાબેન કનુભાઈ મોહનીયાને તાલુકા સભ્ય પદેથી હટાવી ફરી પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...