ચૂંટણી કાર્યક્રમ:પંચમહાલ-દાહોદમાં આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે

દાહોદ,ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તા. 10થી 17મી નવેમ્બર દરમિયાન ઉમેદવારી પત્ર ભરી શકાશે : પ્રચાર માટે 24 દિવસનો સમય મળશે

દાહોદ જિલ્લામાં છ અને પંચમહાલ જિલ્લાની 5 વિધાન સભા બેઠક માટે ગુરુવારથી જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવશે. માત્ર છ દિવસ ઉમેદવારી પત્ર સ્વિકારવામાં આવશે. 10મી નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન ઉમેદવારી પત્રો ભરવાની તક મળશે. ઉમેદવારોને પ્રચાર માટે 24 દિવસનો સમય મળી રહેશે. જાહેરનામુ પ્રસિદ્ધ થતાંની સાથે જ પંચમહાલ અને દાહોદમાં રાજકીય માહોલે જમાવટ કરી દીધી છે.

દાહોદ જિલ્લાની લીમખેડા, દાહોદ, ઝાલોદ, દેવગઢ બારિયા, ગરબાડા અને ફતેપુરા વિધાન સભા બેઠક તેમજ પંચમહાલની હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા અને મોરવા હડફ બેઠક તેમજ મહિસાગર જિલ્લાની બાલાશિનોર, લુણાવાડા અને સંતરામપુર બેઠક પર ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા મતદાર વિભાગ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી દ્વારા સામાન્ય ચૂંટણી માટે 10મી નવેમ્બર 2022 ના ઉમેદવારી પત્રો મેળવવા તથા ઉમેદવારી પત્ર ભરીને રજૂ કરવા અંગે જાહેરનામું નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવશે.

જે મુજબ ઉમેદવારી પત્ર પ્રાંત કચેરી તથા મામલતદાર અને મદદનીશ ચૂંટણી અધિકારી મામલતદાર કચેરી માં રજુ કરી શકશે.10મી નવેમ્બર થી 17મી નવેમ્બર કચેરી સમય દરમિયાન ઉમેદવારી પત્રો રજુ કરવાની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. 18 મી નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ચકાસણી થયા બાદ માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે.21મી નવેમ્બર ઉમેદવારી પત્ર પરત ખેંચવાની જાહેર કરવામાં આવી છે.ચૂંટણીપંચના નિયમોનુસાર 5મી ડિસેમ્બરના રોજ મતદાન હોવાથી 3 ડિસે. સાંજે 5 વાગ્યાથી પ્રચાર બંધ થશે.

વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમ (બીજો તબક્કો)

  • જાહેરનામુ બહાર પાડવાની તા. 10 નવે.
  • ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 17 નવે.
  • ઉમેદવારી પત્રો ચકાસણીની તા. 18 નવે.
  • ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તા. 21 નવે.
  • મતદાનની તા. 5 ડિસે.
  • મતગણlરીની તા. 8 ડિસે.
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા. 10 ડિસે.
અન્ય સમાચારો પણ છે...