વિરોધ:દાહોદ ઈજનેરી કોલેજના અધ્યાપકોનું પણ પડતર પ્રશ્નોને લઇ આંદોલન

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લે કાર્ડ બનાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો

રાજ્યમાં અનેક સરકારી કર્મચારીઓ કેટલા પડતર પ્રશ્નોને લઈને સરકારથી નારાજ છે, ત્યારે રાજ્યના ઈજનેરીના કોલેજના અધ્યાપકો પણ પડતર પ્રશ્નોનું નિવારણના આવતા 14 એપ્રિલથી સરકાર સામે અભિયાન ચલાવશે અને પોતાની માંગણી પૂરી કરવા રજૂઆત કરશે.

અત્યારે તમામ સરકારી કર્મચારીઓ ની મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના શરુ કરવાનો છે, ત્યારે ઈજનેરી કોલેજના અધ્યાપકોના મંડળ ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ પણ આ માંગણીને લઈને અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેમાં 14 એપ્રિલ બપોરે 2 થી 5 વાગ્યા સુધી સોશિયલ મીડીયા ઉપર અભિયાન કરાશે.

આ સાથે જ 14 એપ્રિલનો દિવસ પેન્શન બંધારણ અધિકાર દિવસ તરીકે મનાવી રહ્યા છે. 14 તારીખે અધ્યાપકો બાબાસાહેબ આંબેડકરના ફોટા અને પુષ્પાંજલિ અર્પણ કરીને મંડળના સભ્યો સાથે પ્લે કાર્ડ બનાવી પોતાના વિરોધ અને રજૂઆત કરી હતી. આ ઉપરાંત નવા કાર્યક્રમ પણ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...