• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Troubled By The Administration Of The DEO Office In Dahod, The Teachers' Unions Have Written A Letter To The Chief Minister And The Education Minister, Accusing Them Of Left leaning And Corruption.

રજૂઆત:​​​​​​​દાહોદમાં D.E.Oની કચેરીના વહીવટથી ત્રસ્ત શિક્ષક સંઘોએ બાંયો ચઢાવી, લોલમલોલ અને ભ્રષ્ટાચારના આરોપ સાથે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિની બેઠક મળી શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએથી પડતી મુશ્કેલીઓ અને કર્મચારીઓ દ્વારા મન ફાવે તેવું વર્તન કરતા હોવાની ફરિયાદો ઉઠી

દાહોદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિની આજે બુધવારે બેઠક મળી હતી. આ બેઠકમાં એક પત્ર લખ્યો છે. જેમાં શિક્ષકોને પડતી પારાવાર મુશ્કેલીઓ બાબતે મુખ્યમંત્રીથી માંડીને જિલ્લા શિક્ષણાધિકારી સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તેમાં ચોંકાવનારી બાબત એ છે કે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં શિક્ષકોના કામો નાંણાકીય ભ્રષ્ટાચાર વિના કરાતા નથી તેમ જણાવાયુ છે. ઉપરાંત મહત્વની ફાઇલો પર સહીઓ ન કરી નિકાલ કોઇ કારણોસર કરવામાં આવતો નથી. કેટલાય સમયથી વિવાદોમાં ઘેરાયેલી શિક્ષણાધિકારીની કચેરીના વહીવટ મામલે ગંભીરતાથી વિચારવુ આવશ્યક લાગી રહ્યુ છે.

દાહોદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિમાં તમામ શિક્ષક સંઘો અને સંચાલક મંડળના હોદ્દેદારો હોય છે. જેની એક અગત્યની બેઠક આજે બુધવારે મળી હતી. આ બેઠકમાં એક પત્ર લખ્યો છે. જેમાં શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએથી પડતી મુશ્કેલીઓ અને કચેરીના કર્મચારીઓના મન ફાવે તેવા વર્તનથી કરતા હોવાની ફરિયાદો કરવામાં આવી છે. આ પત્ર મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ કમિશ્નર, સંયુકત નિયામક, કલેક્ટરને મોકલવામાં આવ્યો છે.

પત્રમાં લેખિતમા એવો ગંભીર આક્ષેપ કરાયો છે કે, શિક્ષણાધિકારીની કચેરીમાં શિક્ષકોને પોતાના હકના કામો માટે ધક્કા ખવડાવાય છે અને વહીવટી કર્મચાારીઓ કે શિક્ષકોને આડકતરી રીતે ભ્રષ્ટાચાર કરવા મજબુર કરાય છે. શિક્ષણાધિકારીને રોકડુ પરખાવી દીધુ છે કે તમે આના પુરાવા પણ માંગશો પરંતુ તમામ બાબતોની સાબિતીઓ હોતી નથી, ઉપરાંત કેટલાંક કર્મચારીઓના પગાર ફિક્સેસન બાકી છે જે કરી આપવા, સંવર્ગના કર્મચારીઓના રજા પગાર બીલો, નવી નિમણુંક પામેલા કર્મચારીઓના પગાર બીલ પણ ઘણા સમયથી પેન્ડીંગ છે તેની તાત્કાલિક અસરથી ચુંકવણી કરવામાં આવે, કર્મચારીઓના જી.પી.એફ.નો આખરી ઉપાડ મહિનાથી એક વર્ષ થવા છતાં ચુકવાયેલા નથી તે તાત્કાલિક ધોરણે કરી આપવા, કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલો જે તે ટેબલો, ક્લાર્ક વગેરેને રજુ કરવામાં આવી છે છતાં તેના પર સહીં કરવામાં આવી નથી. જેથી ફાઈલો પર તાત્કાલિક સહીં કરી આપવા, ક્વેરી સોલ્વ કરાવી ફાઈલો તાત્કાલિક ઉપલી કક્ષાએ મોકલવા, ફાઈલ ચકાસણી કરવા, કર્મચારીઓને એરીયર્સના ચેકો આપવામાં આવ્યાં છે પરંતુ કચેરી દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. જેના આદેશો તાત્કાલિક આપવા, ચાલુ વર્ષના શાળાઓની નિભાવ ગ્રાન્ટનો પ્રથમ હપ્તો તાત્કાલિક ચુકવવા, તાલુકાવાર પગાર બીલના કેમ્પનો કાર્યક્રમ તાત્કાલિક જાહેર કરવા, વગેરે જેવા અનેક પડતર પ્રશ્નો, માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આ કચેરીના કેટલાક ચોક્કસ કર્મચારીઓ શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા માટે મસ મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો છે ત્યારે ખાસ કિસ્સામાં ફટાફટ કામ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...