કઠલા ગામેથી એક્ટિવા ઉપર હેરાફેરી કરાતા 26 હજારના દારૂના જથ્થા સાથે ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. 66,066 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કઠલાના ચાલક વિરૂદ્ધ કતવારા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દાહોદ તાલુકાના કતવારા પોલીસ પી.એસ.આઇ. તથા સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પી.એસ.એસ. જે.બી.ધનેશાને દારૂ અંગેની મળેલી બાતમી આધારે કઠલા જીઇબી ઓફીસ આગળ વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી જીજે-20-એએફ-9978 નંબરની એક્ટિવા આવતાં તેના ચાલકને રોકી તેની પાસેના વિમલના થેલાની તપાસ કરતાં ઇંગ્લિશ દારૂની કાચની તથા પ્લાસ્ટીકના ક્વારીયાની 4 પેટી તથા છુટી બોટલો મળી કુલ 26,066 રૂપિયાની કુલ 202 બોટલો મળી આવી હતી.
જથ્થા તથા એક્ટિવા મળી 66,066 રૂપિયાનો મુદ્દામાલ સાથે કઠલા મંદિર ફળિયામાં રહેતો નિલેશ ગોરચંદ મેડાની ધરપકડ કરી કતવારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.