તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લીંબડીની ચોરીમાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 17.50 લાખની ચોરી કરી હતી : કાંટુનો શંકર ઝડપાયો

ધાનપુર પોલીસે છેલ્લા એક વર્ષથી જિલ્લા બહારની ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ એક વર્ષ પૂર્વે સુરેન્દ્રનગરના લીંબડીમાં પોલીસ મથકની હદમાં 17.50 લાખની ઘરફોડ ચોરી કરી હતી. દાહોદ એસ.પી. હીતેશ જોયસર અને લીમખેડા ડીવાયએસપી કાનન દેસાઈએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સુચના અને જરૂરી માર્ગદર્શન કર્યુ હતું.

જે અનુસંધાને દેવગઢ બારિયા સર્કલ પી.આઇ. બી.બી.બેગડીયાએ પણ જરૂરી સૂચનાઓ આપતા ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એમ.પટેલે આવા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ધાનપુર પોલીસ સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા.

સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી પોલીસ મથકમાં 17.50 લાખની નોંધાયેલ ઘરફોડ ચોરી લૂંટના ગુનામાં સંડોયાવેલ મુખ્ય આરોપી ધાનપુરના કાંટુ ગામનો શંકર હીમસીંગ પરમાર તેના ઘરે હોવાની બાતમી મળી હતી. જેના આધારો પોલીસે ઘરને ચારે બાજુથી કોર્ડન કરી ઘરમાં તપાસ કરતાં આરોપી હાજર મળી આવતા તેને ઝડપી પાડ્યો હતો. આમ ધાનપુર પોલીસને છેલ્લા એક વર્ષથી જિલ્લા બહારની ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...