કાર્યવાહી:ઘરફોડમાં 20 વર્ષથી વોન્ટેડ આરોપી ઘરેથી મળી આવ્યો

દાહોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોળી અને લગ્નો માણવા આવતાં પાંજરે પુરાયો

દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન અનુસાર એલસીબી એસઓજી તેમજ પેરોલ ફર્લોની ટીમો વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કોમ્બિંગ કરી રહી છે.

અમદાવાદ શહેરના નરોડા, સોલા જેવા પોલીસ મથકોમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં છેલ્લા 20 વર્ષથી નાસતો ફરતો આરોપી વડવા ગામનો જવાભાઈ વસનાભાઈ કટારા ઘરે આવ્યો હોવાની એસઓજીને બાતમી મળી હતી. તેના આધારે ટીમો બનાવીને વડવા ગામમાં કોમ્બિંગ કરવામાં આવતાં જવા ઉર્ફે જીવાભાઇ ઘરેથી મળી આવ્યો હતો. જવાભાઇ હોળીનો પર્વ અને લગ્નો માણવા માટે ઘરે આવ્યો હોવાથી પોલીસના હાથ લાગ્યો હતો. અમદાવાદ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...