ધરપકડ:અપહરણના ગુનાનો ફરાર આરોપી કાનપુરથી ઝડપાયો

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને બારિયા પોલીસને હવાલે કરાયો

દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી વ્યુહાત્મક રીતે અસરકારક કોમ્બીગ હાથ ધરવા એસ.પી. બલરામ મીણાએ સુચના કરી હતી. જે અનુસંધાને લીમખેડા ડીવાયએસપીએ અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સુચના અને જરૂરી માર્ગદર્શન કર્યુ હતું.

જે અનુસંધાને ધાનપુર પોસઇ બી.એમ.પટેલે અપહરણના ગુનામા સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે હ્યુમન સોર્સ દ્વારા બાતમી કઢાવી ટીમ વર્ક કરવા સુચના કરતા સે.પોસઇ એ.ડી.સોલંકી તથા સ્ટાફને વીરમગામ ખાતે તપાસમા મોકલી ધાનપુર પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુનાનો આરોપી એક વર્ષથી નાસતો ફરતો વીરમગામના કાનપુરનો રણજીત કાળજી ઠાકોરને ઘરેથી ઝડપી પાડી તેમજ ભોગ બનનાર સગીર વયની કિશોરીને શોધી કાઢી હસ્તગત કરી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર દેવગઢ બારીઆને સોપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...