તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:દાહોદ શહેરમાં પણ શ્રદ્ધાપૂર્વક 14મી રથયાત્રા નીકળશે

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂટમાં ફેરફાર સાથે સરકારી ગાઈડલાઇનનું પાલન કરાશે

ગુરુવારે સાંજે જાહેર થયેલ સરકારની ગાઈડલાઈન અનુસાર હવે દાહોદમાં પણ રથયાત્રા કાઢવાનો માર્ગ મોકળો બની ગયો છે. જોકે, આયોજક સમિતિએ આ માટેની તૈયારીઓ છેલ્લા ઘણા દિવસોથી શરૂ કરી દીધી હતી. દાહોદમાં 13 વર્ષથી નીકળતી રથયાત્રામાં સરકારી ગાઇડલાઇન અનુસાર હવે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેમ માસ્ક સાથે રથયાત્રા કાઢવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ અષાઢી સુદ: બીજ, તા.12ના રોજ અગાઉના રૂટની બદલે ટૂંકો માર્ગ પસંદ કરી નિર્ધારિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં જ રથયાત્રા નીકળવામાં આવનાર છે. ગાઇડલાઇન મુજબ આ વખતે અખાડા, ભજન મંડળી, બેન્ડ વગેરે ઉપર પ્રતિબંધ છે તો રથયાત્રાના 48 કલાક પૂર્વે રથયાત્રામાં ભાગ લેવા ઇચ્છુક તમામે વેક્સિનેશન સાથે RTPCR નો નેગેટિવ રિપોર્ટ પણ રજુ કરવાનો રહેશે.પ્રસાદ વિતરણ પ્રતિબંધ સાથે આ વખતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન આયોજકોએ રાખવાનું રહેશે તેમ જણાવાયું છે. દાહોદની ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિના કન્વીનર કમલેશ રાઠીએ જણાવ્યા અનુસાર આ વખતે સ્થાનિક પોલીસ તંત્ર સાથે મિટિંગ કરીને રથયાત્રાનો રૂટ ફેરફાર કરી ઘટાડવા સાથે જે તે સરકારી નિયંત્રણોનું પણ ચુસ્તતાથી પાલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...