તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાની દહેશત:દાહોદના મુવાલિયામાં દીપડાનો આતંક, ઘરના પ્રાગંણમાં ઘુસી ચાર મરઘાંનુ મારણ કર્યુ

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જ ઘરમાં થોડા દિવસો પહેલાં વાછરડાનો શિકાર કર્યો હતો છાસવારે દીપડો આવી ચડતાં સ્થાનિકોમાં ભય

દાહોદ પાસે આવેલા મુવાલિયામાં છાશવારે દીપડો આવી ચઢે છે. જ્યારે ગઇ રાત્રે દીપડાએ એક ઘરના પ્રાગંણમાં ઘુસી મરઘાંનુ મારણ પણ કર્યુ હતુ. જેથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આ દીપડાને પાંજરે કરવાની માંગ ઉઠી છે.

દાહોદ જિલ્લામાં ધાનપુર પંથકમાં દીપડાઓએ ઘણી વખત આતંક મચાવ્યો છે અને આ વિસ્તાર જંગલમાં હાલ પણ દીપડાની મહત્તમ સંખ્યા છે. કેટલીયે વખત પાંજરા મુકીને દીપડાને પકડવામાં આવ્યા છે. પરંતું જિલ્લાના બીજા વિસ્તારોમાં પણ હવે દીપડાની દહેશત વધી રહી છે.

દાહોદ શહેરને અડીને આવેલા મુવાલિયામાં આંતરે દીવસે દીપડો આવી ચઢે છે. ગઇ રાત્રે મુવાલિયામાં નાનુભાઇ માવીના ઘરના આંગણાંમાં દીપડો ઘુસી ગયો હતો. જ્યાં ચાર મરઘાનુ મારણ પણ કર્યુ હતુ. આ પહેલાં પણ આ જ ઘરમાં દીપડાએ થોડા દિવસો પહેલાં જ વાછરડાનું પણ મારણ કર્યુ હતુ. જેથી સ્થાનિકોમાં ડર પેદા થયો છે.

દાહોદ શહેરમાં પણ ગત માર્ચમાં લોકડાઉન પહેલાં વહેલી સવારે દીપડો ઘુસી ગયો હતો. શહેરની મધ્યમાં આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટના શૈચાલયમાં છુપાયેલા દીપડાને સૌ પ્રથમ સફાઇકર્મીએ જોયો હતો, ત્યારબાદ કલાકો સુધી દીપડો આખા વિસ્તારામાં લપાતો છુપાતો રહ્યો હતો. છેવટે સ્કુલના મેદાનમાં ઝાડ પર બેઠો હતો, ત્યારે તેને ગનથી બેભાન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન દીપડાએ ત્રણ વ્યક્તિઓને ઘાયલ પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...