• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Temperature Rises By 4 Degrees On May 11 In Panchmahal Compared To Last Year: Mercury Reaches 45 Again In Dahod On Wednesday After 46 On Sunday

કાળઝાળ ગરમી:પંચમહાલમાં ગત વર્ષની સરખામણીમાં 11 મેએ 4 ડિગ્રી તાપમાન વધ્યુ : દાહોદમાં રવિવારે 46 બાદ પુન: બુધવારે પારો 45 પહોંચ્યો

દાહોદ/ગોધરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ 45ડિગ્રી, ગોધરા 46ડિગ્રી​​​​​​​

ગોધરા અને દાહોદ શહેર છેલ્લા એક સપ્તાહથી ભઠ્ઠી બન્યાની અનુભૂતિ થઇ રહી છે. આ સપ્તાહમાં જ બુધવારના રોજ દાહોદમાં ફરી એક વખત ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે ગોધરામાં તાપમાનનો પારો 46 ડિગ્રીને આંબી ગયો હતો. કાળઝાળ ગરમીમાં દિવસભર આકાશમાંથી અગન ગોળા વરસતા હોવાની અનુભૂતિ થઇ રહી હતી. દાહોદમાં ગત રવીવારે આ સીઝનનું ઓલ ટાઇમ હાઇ કહી શકાય તેટલું 46 ડિગ્રી બાદ માત્ર સોમવારે 44 બાદ મંગળવારે 45 બાદ તાપમાન બુધવારે પણ 45 ઉપર અકબંધ રહ્યું હોવાનું જોવા મળ્યુ હતું.

મેં માસમાં પંચમહાલ જિલ્લામાં ગત વર્ષની 11 મેંના રોજ 42 ડીગ્રી તાપમાન હતુ. જે ચાલુ વર્ષની 11 મેં ના રોજ ખાનગી હવામાન વિભાગની સાઇટ પર 46 ડીગ્રી જે ગત વર્ષના અાજના દિવસ કરતા 4 ડીગ્રી વધી જતાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સવારના 10 વાગ્યાથી સુર્યનારાયણ રોદ્ર સ્વરુપ ધારણ કરતાં જનજીવન પર અસર વર્તાતી હતી.

દાહોદમાં સ્માર્ટસીટી અંતર્ગત છાબ તળાવ ડેવલપમેન્ટની કામગીરી દરમિયાન મંજુરની 45 ડિગ્રી ગરમીમાં પેટ માટે વેઠ પણ દીવાલ ઉપર ઇટના આશરે પ્લાસ્ટિકની પન્ની નાખી બાળકનું તાપ સામે રક્ષણ કરાઈ રહ્યું છે. છાયા મળતા ગરમીને વિસરીને બાળક મોબાઈલમાં મશગુલ જોવાઈ રહ્યું છે.

છેલ્લા 5 વર્ષના દાહોદના આંકડા
વર્ષ -પારો
2018 42ડિગ્રી
2019 38ડિગ્રી
2020 39ડિગ્રી
2021 38 ડિગ્રી
2022 45 ડિગ્રી

માથે તગારા મુકી બાળકોની મજૂરી

દિવડા ખાતે નરેગાના કામમાં તગારા ઉંચકતી બાળા જણાય છે.
દિવડા ખાતે નરેગાના કામમાં તગારા ઉંચકતી બાળા જણાય છે.

એક બાજુ રાજ્ય સરકાર બાળ મજુરી અટકાવવા મસમોટી વાતો કરી રહી છે. બીજી તરફ કડાણા તાલુકામાં નરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં ત્રીજા ચોથા ધોરણમાં અભ્યાસ કરતા બાળકો પાસે મજુરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ શરમજનક વાત એ છે કે ખુદ કડાણા નરેગા શાખાના આસીસ્ટન્ટ મેનેજરની હાજરીમાં નાના બાળકો 44 ડિગ્રી તાપમાનમાં માથે તગારા લઈ મજુરી કરતા હોય ત્યારે બાળ મજુરીના દુષણને નાથવામાં સરકાર અને તંત્ર નિષ્ફળ રહી હોવાનું સાબિત થઈ રહ્યું છે.

બુધવારે કડાણા તાલુકાના વેલણવાડામાં તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે 8 થી 9 વર્ષના બાળકો પેનને બદલે કાળઝાળ ગરમીમાં પાડવા તીકમ પકડી માથે તગારા ચઢાવી તળાવની પાળ બાંધી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે સરકાર ભાર વગરનું ભણતરની વાતો કરી રહ્યું છે. ત્યારે સરકારી કર્મચારીઓની હાજરીમાં બાળકો માથે ભાર લઇ મજુરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...