કામગીરી:દાહોદમાં બસ તેમજ રેલવે સ્ટેશને આરોગ્ય વિભાગની ટીમો ખડકાશે

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટેસ્ટમાં કોઇ વ્યક્તિ પોઝિટિવ આવશે તો ક્વોરન્ટાઇન કરાશે. - Divya Bhaskar
ટેસ્ટમાં કોઇ વ્યક્તિ પોઝિટિવ આવશે તો ક્વોરન્ટાઇન કરાશે.
  • દાહોદ જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગમાં વધારો, શંકાસ્પદ લોકોનું ટેસ્ટ કરાશે
  • પરગામોમાં​​​​​​​ ફરવા ગયેલા લોકોને લક્ષણ હોય તો કોરોના ટેસ્ટ કરાવવાની વિનંતિ

અન્ય રાજ્યથી આવ્યા બાદ કેટલાંક લોકોને કોરોનાના લક્ષણ જોવા મળતાં અને પંચમહાલમાં એક વ્યક્તિ પોઝિટિવ આવતાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ સાબદુ બન્યુ છે. દાહોદ શહેર સહિત જિલ્લામાંથી પરગામોમાં ફરવા ગયેલા લોકોને લક્ષણ જણાય તો કોરોનાનો ટેસ્ટ કરાવવાની વિનંતિ કરવામાં આવી રહી છે. ઉપરાંત આ લોકોને શોધીને ટેસ્ટ કરાવવાનું આયોજન પણ ઘડવામાં આવ્યુ છે. બીજી તરફ દાહોદ જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.

પરગામોમાંથી આવતાં લોકોના આરોગ્યની ચકાસણી માટે મંગળવારથી દાહોદ શહેરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. પરગામોમાંથી આવતાં લોકોની આરોગ્ય ચકાસણી સાથે શંકાસ્પદ લાગતાં કોરોનાનો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. જો કોઇ વ્યક્તિ પોઝિટિવ આવશે તો તેને ત્યાંથી જ હોસ્પિટલ ખસેડવા સાથે તેની સાથેના લોકોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

કઇ તારીખે કેટલું ટેસ્ટિંગ કરાયું

તારીખRTPCRરેપીડ
10 નવે.1626214
11નવે.1691154
12 નવે1101198
13નવે.1842136
14 નવે.208100
15 નવે.2552174
અન્ય સમાચારો પણ છે...