દાહોદ જિલ્લામાં મહિલાઓ માટે કપરા સમયમાં સંકટમોચકની ભૂમિકા અભયમ મહિલા હેલ્પલાઇને નિભાવી છે. ગુજરાતની મહિલાઓને અભય બનાવવા રાજ્ય સરકારે વર્ષ 2014માં પાઇલોટ પ્રોજેક્ટ બાદ વર્ષ 2015માં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્ય વ્યાપી શરૂ કરેલા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પ્રોજેક્ટને સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ 8 વર્ષ દરમિયાન અભયમે પ્રશંસનીય કામગીરી બજાવી છે. જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં અભયમની ટીમે રાઉન્ડ ધ ક્લોક મહિલાઓની સલામતી માટે ફરજરત રહ્યાં છે.
જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં સલાહ, સૂચન-મદદ- માર્ગદર્શન માટે મદદ માટે કરવામાં આવેલા કોલની માહિતી જોઇએ તો ફેબ્રુઆરી 2023 સુધીમાં 22995 જેટલા કોલ કરવામાં આવ્યા હતા. તેમજ 4605 જેટલા કોલમાં ઘટના સ્થળ પર અભયમની ટીમે મહિલાઓની સમસ્યાઓનુ નિરાકરણ લાવીને મદદ પુરી પાડી છે. અન્ય કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર સહિતની મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.