દાહોદ જિલ્લા સહિત રાજ્યવ્યાપી તલાટી કમ મંત્રી ની ચાલી રહેલ હડતાલને ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા ટેકો જાહેર કરી દીધો છે. આ સાથે જિલ્લામાં યોજાનારી ગ્રામસભાની કામગીરીથી અળગા રહેવા પ્રાથમિક શાળાના આચાર્યો અને શિક્ષકોને આદેશ કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી છેલ્લાં ચાર વર્ષથી વિવિધ પાંચ માંગણીઓ ને લઈને 2જીથી હડતાલ પર ઉતર્યા છે.
જેથી ગ્રામ પંચાયતોમાં નાગરિકોને આવક જાતિ સહિત ની કામગીરી માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા અને તાલુકામાં ગ્રામ સભાઓ અને રાત્રિ ગ્રામસભાઓ યોજવામાં આવી રહી છે.મહેસાણા ભાણવડ સહિત તાલુકાઓમાં તલાટીઓની કામગીરીની જવાબદારી શિક્ષકોને સોંપવાના આદેશ થયા છે દાહોદ જીલ્લામાં પણ આવા આદેશો થાય તે પહેલાં જ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે તલાટીઓ ની રાજ્યવ્યાપી હડતાલને ટેકો જાહેર કરી દીધો છે.
આ સાથે એક પત્ર ફરતો કરી કમ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા જિલ્લાની તમામ સંઘના પ્રમુખો મંત્રી કારોબારી સભ્યો અને રાજ્ય કારોબારી સભ્યો તેમજ પ્રાથમિક શાળાના આચાર્યો અને શિક્ષકોને ગ્રામસભા ની કામગીરી થી અળગા રહેવા આદેશ કરવામાં આવ્યો છે.
તલાટીઓની જવાબદારી સ્વીકારશે નહીં
જિલ્લાના તલાટીઓની હડતાળને પગલે હર ઘર જલ ઉત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત બાકી રહેતી ગ્રામસભા અને રાત્રિ ગ્રામસભા ઓમાં જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકો સભામાં ઉપસ્થિત રહેશે પરંતુ તલાટીઓની કોઈપણ જાતની જવાબદારી બજાવશે નહીં તેમજ સ્વીકારશે નહીં. જે માટે જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં આદેશ કરવામાં આવ્યો છે. - સુરતાનભાઇ કટારા, પ્રમુખ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.