મિશન 15થી 18 વેક્સિનેશન:પ્રથમ દિવસે પંચમહાલના 22000, દાહોદના 34000 કિશોરોના રસીકરણનો લક્ષ્યાંક..!

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અભિયાન અંતર્ગત સ્કૂલ બહારના કિશોરને પણ સમાવાશે, રસીની આડ અસરને પહોંચી વળવા મેડિકલ ટીમ પણ હાજર રહેશે
  • ​​​​​પ્રથમ દિવસે પંચમહાલની 43, દાહોદની 143 સ્કૂલમાં રસીકરણ
  • ​​​​​​મોબાઇલ ન હોય તો શિક્ષકના મોબાઇલથી રજિસ્ટ્રેશન કરાશે

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે 3 જાન્યઅારીથી 7 જાન્યુઅારી દરમ્યાન 15 થી 18 વર્ષની ઉંમરના જિલ્લાના 1.09 લાખ કિશોરોને કોરોનાની રસી મુકાવની કામગીરી પંચમહાલ અારોગ્ય વિભાગ હાથ ધરશે. જેની તમામ તેયારીઅો અારોગ્ય વિભાગે પુર્ણ કરી દીધી છે. કિશોરોઅને રસી મુકવા માટે શાળાઅોના અાચાર્ય સહીતનાઅો સાથે કલેકટર તથા અારોગ્ય વિભાગે મિટીંગ કરીને રસીકરણ અભિયાનને સફળ બનાવવા કમરકસી હતી. પ્રથમ દિવસે 3 જાન્યુઅારીના રોજ જિલ્લાની 43 શાળાઅોમાં 22 હજાર 15થી 18 વર્ષના કીશોરોને રસી મુકવા શાળાઅોમાં સેન્ટર ઉભા કરશે.

અારોગ્ય વિભાગની 114 ટીમ રસીકરણ અભિયાનમાં તૈનાત રહેશે. જયારે શાળામાં રસીની અાડ અસર કે અન્ય કોઇ કારણથી કીશોરની તબિયત લથડે તો તેના માટે દરેક શાળા ખાતે અેક મેડીકલ ટીમ રાખવામાં અાવી છે.તેમજ કોલેજોમાં અેફ.વાયના વિદ્યાર્થીઅોને પણ કોરોના પ્રતિરોધક રસી મુકવા સેન્ટર ઉભા કર્યા છે. સાથે અાઇટીઅાઇ સહીતના અેકમોમાં 15થી 18 વર્ષના કીશોરોને રસી મુકશે. ત્યારે શાળાઅોમાં અાજે કેટલા કિશોરો રસી મુકાવવા અાવે તે જોવાનું રહ્યું છે.

વિદ્યાર્થી પાસે પુરાવો ના હોય તો સ્કૂલનું આઇકાર્ડ પણ ચાલશે
15 થી 18 વર્ષના કિશોરોની રસીકરણ અભિયાન માટે શિક્ષણ વિભાગે શાળાઅોને સૂચનાઅો અાપી છે. જેમાં જિલ્લાની 43 શાળાઅોમાં રસીકરણ સેન્ટર માટે 3 વર્ગખંડ ફાળવવા, રસીકરણ સવારે 8 વાગ્યાથી શરૂ કરવાનું, વડી કચેરીથી સુચના મુજબ રસી માટે વાલીની સંમતીની જરૂર નથી, વિદ્યાર્થીઅો પાસે અન્ય કોઇ પુરાવા ન હોય તો શાળાના અોળખકાર્ડને માન્ય ગણવું,બાળક પાસે મોબાઇલ ન હોય તો હાજર શિક્ષક તેમના મોબાઇલથી રજીસટ્રેશન કરશે, શાળા છોડેલા કે અન્ય બાળકને શાળામાં રસી મુકી અાપશે.

રસી મૂકવા વાલીની સંમતિ જરૂરી નહીં
15થી 18 વર્ષના બાળકોને રસી મુકવા પ્રથમ દિવસે 43 શાળાઅોમાં 114 અારોગ્યની ટીમો 22075 બાળકોને રસી મુકશે.રસી મુકવા વાલીની સંમતીની જરૂર નથી. પણ શાળામાં વાલી હાજર રહે તો વાંધો નથી. રસી મુકયા બાદ રેસ્ટ રૂમની સગવડ કરવામાં અાવી છે. તેમજ અેક મેડીકલ ટીમ તૈનાત રહેશે.>ડો.મિનાક્ષી ચાૈહાણ

43 શાળામાં 114 અારોગ્યની ટીમ તૈનાત રહેશે

તાલુકાશાળાવિદ્યાર્થીટીમો
ઘોંઘબા2241212
ગોધરા7451423
હાલોલ5215613
કાલોલ11429022
જાંબુઘોડા13622
મોરવા(હ)8420621
શહેરા9413521

અલાયદા રૂમની વ્યવસ્થા કરાઇ

ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત શાળાઅોમાં 15 થી 18 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઅો માટે સરકારની ગાઇડ લાઇન મુજબ કોરોના વિરોધી રસી અારોગ્ય વિભાગ દ્વારા મુકવામાં અાવશેે. વેક્સીનેશન માટે અેમ અેન્ડ મહેતા હાઈસ્કુલના મકાનના ભોય તળીયે અેક રૂમમાં વ્યવસ્થા કરવામાં અાવી છે. - દક્ષેશભાઇ શાહ,અાચાર્ય, અેમ અેન્ડ અેમ મહેતા હાઇસ્કુલ, ગોધરા.

જોકે, શાળાઓમાં બાળકોની હાજરી પર ટકાવારી નિર્ભર
દાહોદ : દાહોદ જિલ્લામાં ત્રીજી તારીખથી 15થી 18 વર્ષના વયધારકોને કોરોનાની રસી આપવાનું આયોજન ઘડી કઢાયુ છે. ત્યારે સોમવારે 143 શાળામાં 34 હજાર બાળકોને વેક્સિનેટ કરવાનો ટાર્ગેટ રખાયો છે. આ માટે આરોગ્ય વિભાગ સુજ્જ જોવાઇ રહ્યું છે. જોકે, ગ્રાઉન્ડ લેવલે તેમને કેટલી સફળતા મળશે તે સોમવારે સાંજે જ જાણી શકાય તેમ છે. જિલ્લામાં 15થી 18 વય મર્યાદા ધરાવતા બાળકોને કોરોનાની વેક્સિન આપવાનો સોમવારથી પ્રારંભ કરાશે. જેમાં જિલ્લામાં સૌ પ્રથમ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને વેક્સિન આપવામાં આવશે.

જિલ્લાની 358 શાળામાંથી 143 શાળામાં સોમવારે વેક્સિનેશનની કામગીરી કરશે. આરોગ્ય વિભાગ દ્વારા આ માટે 643 ટીમો બનાવી છે. વેક્સિન માટે બાળકોનું રજિસ્ટ્રેશન પણ કર્યુ છે. જોકે, સોમવારે શાળાઓમાં બાળકોની કેટલી હાજરી રહેશે તેની ઉપર વેક્સિનેશનની ટકાવારી નિર્ભર હોવાનું જોવાઇ રહ્યું છે. દાહોદ જિલ્લામાં 15થી 18 વય ધરાવતાં શાળામાં ભણતા બાળકોની સંખ્યા એક લાખથી વધુ છે.

મહીસાગરમાં 66,932 બાળકોને કોરોના રસી અપાશે
લુણાવાડા : તા. 3જી જાન્યુઆરીથી મહીસાગરમાં 15થી 18 વર્ષના 66,932 કિશોર-કિશોરીઓને કોરોના રસી આપી સુરક્ષા પ્રદાન કરાશે. 15થી 18 વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે.જિલ્લામાં 225 સબ સેન્ટર, 35 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે અને જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં ભણતા બાળકોને રસી આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારી સાથે સંકલન કરી આયોજન કર્યુ હોવાનું મુખ્ય જિ. આરોગ્ય અધિકારી ર્ડા. એસ. બી. શાહએ જણાવ્યું છે.

જિલ્લામાં આગામી તા.10 જાન્યુઆરી પછી 6187 હેલ્થ વર્કરો અને 9217 ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને ડોકટરની સલાહ મુજબ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવા પણ તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્‍યો છે. કોરોના સામે અસરકારક આ વેક્શિન ફાયદાકારક હોવાથી અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...