ઉજવણી:દાહોદ અને લીમડીમાં દાઉદી વ્હોરા સમાજે સૈયદ સાહેબના જન્મ દિનની ભવ્ય ઉજવણી કરી

દાહોદ12 દિવસ પહેલા
  • શહેરમાં પ્રખ્યાત તાહેરી સ્કાઉટ બેન્ડ સાથે ઝુલુસ પણ નીકળ્યું

દાહોદ અને લીમડી શહેરમાં આજે ગુરૂવારે સૈયદ ડો. બુરહાનુદ્દીન સાહેબના જન્મ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત દાહોદના પ્રખ્યાત તાહેરી સ્કાઉટ બેન્ડ સાથે ઝુલુસ પણ કાઢવામાં આવ્યું હતું.

દાહોદ અને લીમડીમાં આજે ગુરૂવારે ધર્મગુરૂ ડોક્ટર સૈયદ મહંમદ બુરહાનુદ્દીન સાહેબનો 111મો જન્મદિવસ તથા વર્તમાન ધર્મગુરૂ ડો. અલીકદર સેફુદ્દીન સાહેબનો 78મો જન્મદિવસ હોવાથી ઉજવણી કરવામાં આવી હતી. જેના પગલે જુદા જુદા વિસ્તારોમાં વ્હોરા સમાજના પ્રખ્યાત તાહેરી સ્કાઉટ બેન્ડ દ્વારા જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું. જેમાં વ્હોરા સમાજના અગ્રણીઓથી લઈને પુરૂષ, મહિલાઓ તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...