ચોરી ઉપર સે સીનાજોરી:​​​​​​​ગરબાડાના ગુલબારમાં ખુલ્લી તલવાર લઈને ફરતા શખ્સોને ટોકતાં બે વ્યક્તિઓ ઉપર તલવાર વડે હુમલો

દાહોદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સોએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામે જાહેરમાં તલવાર લઈ જવા ના પાડતાં બે ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે બે વ્યક્તિઓને તલવાર વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ગુલબાર ગામે રહેતો નરેશ ભુરાભાઈ ભાભોર અને સુરેશ જોખાભાઈ ભાભોર ખુલ્લી તલવાર લઈ જાહેરમાં ફરતો હતો. તે સમયે ગુલબાર ગામે થાણા ફળિયામાં રહેતાં અંકિતભાઈ વજેસીંગભાઈ મંડોડ અને ચિરાગભાઇએ "તું ખુલ્લી તલવાર લઈ કેમ ફરે છે" તેમ કહેતાં ઉપરોક્ત બંન્ને જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં.

તેમણે પોતાના હાથમાંની તલવાર અંકિતભાઈના હાથના ભાગે મારી તેમજ ચિરાગભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત અંકિતભાઈ વજેસીંગભાઈ મંડોડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...