તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Dahod
 • Suspicion Of Involvement Of Another Person In Murder Of Dahod Youth, Fierce Representation To PSI At Taluka Police Station

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા ફોલોઅપ:દાહોદના યુવકની હત્યામાં અન્ય વ્યક્તિની સંડોવણીની આશંકા, તાલુકા પોલીસ મથકે PSIને ઉગ્ર રજૂઆત

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડબગરના‌ યુવાનની હત્યામાં સામેલ અન્ય લોકોને પણ પકડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. - Divya Bhaskar
ડબગરના‌ યુવાનની હત્યામાં સામેલ અન્ય લોકોને પણ પકડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી.
 • જગદીશની ગળંુ કાપીને હત્યા બાદ આગ ચાંપી દેવાઇ હતી

દાહોદ શહેર નજીક નાની સારસી ગામે હાઇવેના ડિવાઇડરની વચ્ચે એક યુવકની તેના જ ત્રણ બાળમિત્રો દ્વારા રૂપિયા માટે ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે ત્રણેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ હત્યામાં અન્ય કોઇ વ્યક્તિની સંડોવણીની આશંકા સાથે ડબગર સમાજની મહિલાઓ તાલુકા પોલીસ મથકે ધસી ગઇ હતી. ત્યાં પીએસઆઇને આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી.

દાહોદના ડબગરવાડમાં રહેતા યુવાન જગદીશ દેવડા નામક યુવકની તેના ત્રણ બાળમિત્રોએ રૂપિયાના મામલે ઇન્દોર-અમદાવાદ હાઇવે ઉપર નાની સારસી ગામે ડિવાઇડરની વચ્ચે માથામાં હથોડીના ઘા મારવા સાથે નાની તલવારથી ગળુ કાપીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. દાહોદ એલસીબી અને પેરોલ ફર્લોએ ત્રણે બાળ આરોપીઓને પકડતાં તેમણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. જગદીશની હત્યામાં અન્ય કોઇ વ્યક્તિની સંડોવણી હોવાની આશંકાના પગલે દાહોદ ડબગર સમાજની મહિલાઓએ મોટી સંખ્યામાં તાલુકા પોલીસ મથકે ધસી ગઇ હતી. ત્યાં પી.આઈ. એમ.એ.દેસાઈ સમક્ષ આ હત્યામાં જયારે સાવ નાની વયના ત્રણ છોકરાઓની ધરપકડ થઇ છે ત્યારે આ છોકરાઓ પાસેથી વધુ માહિતી મેળવી ઘાતકી પ્રકારની આ હત્યામાં નાની વયના છોકરાઓ સાથે કોઈ મોટી વયના લોકો પણ સામેલ હોઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી. આ સાથે ઘટનાના મૂળ સુધી પહોંચી તેમના નામ જાહેર કરી તેમને પણ કડક સજા ફટકારી મૃતક યુવાનના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો