ડોર ટુ ડોર અભિયાન:1 દિવસમાં 31,300 ઘરનો સરવે ,1500 લોકો બીમાર

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શન વધતા ઘરે-ઘર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસો શોધ‌વા માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યુ છે. - Divya Bhaskar
દાહોદ જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શન વધતા ઘરે-ઘર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસો શોધ‌વા માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યુ છે.
  • દાહોદ જિલ્લામાં તમામ લોકોના લોહીના નમૂના લઇને તપાસ હાથ ધરાઇ : 909 કર્મીની ટીમે 284 ઘરમાંથી અને 323 પાત્રોમાંથી ડેન્ગ્યૂના મચ્છર શોધી કાઢ્યા

દાહોદ જિલ્લામાં ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શન વધતા ઘરે-ઘર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસો શોધ‌વા માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યુ છે. સર્વેના પ્રથમ દિવસે 31300 ઘરમાં સર્વે દરમિયાન 1510 લોકો બીમાર મળી આવ્યા હતાં. આ તમામ લોકોના લોહીના નમૂના લઇને તપાસ અર્થે મોકલ્યા છે.

દાહોદ જિલ્લામાં હાલમાં વાયરલ ઇન્ફેક્શનનો વાવર જોવા મળી રહ્યો છે. તેના કારણે ઝાયડસ હોસ્પિટલ સાથે ખાનગી દવાખાનામા દર્દીઓની સંખ્યા ખુબ જ વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં શુક્રવારથી સર્વેનો બીજો રાઉન્ડ શરૂ કર્યો હતો. આ માટે 909 કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી. આ કર્મચારીઓ ઉપર 122 સુપરવાઇઝર મુકવામાં આવ્યા હતાં. ટીમ દ્વારા આખા દાહોદ જિલ્લામાં 31300 ઘરનો સર્વે કર્યો હતો. તેમાં 284 ઘરમાંથી ડેન્ગ્યૂના મચ્છરના ઉત્પતિ સ્થાન મળી આવ્યા હતાં.

આ સાથે ડેન્ગ્યૂના મચ્છરના ઉત્પતિ સ્થાન હોય તેવા 232 પાત્રો પણ મળી આવ્યા હતાં. ટીમ દ્વારા મચ્છરના ઉત્પતિ સ્થાન હોય તેવા 52598 સ્થળોની તપાસણી કરવામાં આવી હતી. તેમાંથી 18006 સ્થળોએ દવાનો છંટકાવ કરીને મચ્છરોના ઉત્પતિ સ્થાન નાશ કર્યો હતો. આ સર્વે દરમિયાન વિવિધ ઘરોમાં 1510 લોકો શરદી,ખાંસી, તાવ સહિતની બીમારીથી પીડાતા જોવા મળ્યા હતાં. તેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ લોકોના લોહીના નમૂના લીધા હતાં. આ સર્વે હાલમાં પણ ચાલુ હોવાનું જાણવા મળ્યુ છે. દાહોદ જિલ્લામાં હાલમાં ડેન્ગ્યુના 109 કેસ હયાત છે જ્યારે ચીકનગુનિયાનો એક જ કેસ તંત્રના ચોપડે નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...