ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત!:સંજેલી તાલુકા પંચાયત કચેરીમાં 8 માસમાં લાઇબ્રેરીના બીજી વખત ખાતમુહૂર્તથી આશ્ચર્ય

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંજેલીમાં પહેલાં તાલુકા પંચાયતના ઉપરના માળે બનાવવાની હતી પછી નીચેના માળનો નિર્ણય લેવાયો
  • પહેલાં તત્કાલીન TDO અને હવે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત!

સંજેલી તાલુકા પંચાયત કચેરીમાં 8 માસ અગાઉ તત્કાલીન ટીડીઓ અને મહાનુભાવોના હસ્તે નવીન લાઈબ્રેરીનું ખાતમૃહુત કર્યું હતું ત્યારે બીજી વખત તા. 2 જૂન 2022ના રોજ વિધાનસભાના દંડક ની અધ્યક્ષ સ્થાને લાઈબ્રેરીનું ખાતમૃહુત કરતા આશ્ચર્ય સર્જાયું છે. પહેલાં લાયબ્રેરી તાલુકા પંચાયત કચેરીમાં ઉપરના માળે બનાવવાની હતી ત્યારે હવે સ્થળ બદલીને તે નીચેના માળે બનાવવાનો નિર્ણય લેવાતાં બીજી વખત ખાત મૂહૂર્ત કરાયુ હોવાનું જાણવા મળ્યું છે.

સંજેલીમા ઝાલોદ રોડ પર આવેલી જુની લાયબ્રેરી બંધ થતાં હાલાકી વેઠવી પડી હતી. વિવિધ ભરતીઓમાં જનરલ નોલેજ ની જરૂર પડતી હોય અને સંજેલી તાલુકામાં ગરીબ અને પછાત વર્ગના લોકો આવા પુસ્તકો ઘેરબેઠા મેળવી ના શકે તેને ધ્યાને લઈને તારીખ 16-07-2021ના રોજ યુવા વર્ગ દ્વારા તાલુકા ખાતે નવીન લાઈબ્રેરી બનાવવા બાબતે યુવાનો દ્વારા તત્કાલીન TDO હરેશ મકવાણાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

તેને ધ્યાને લઈને ટીડીઓ દ્વારા તાલુકા પંચાયત નવીન લાઈબ્રેરીના નિર્માણ માટે કચેરીમાં અંદાજીત રૂપિયા ત્રણ લાખની ફાળવણી કરી લાઈબ્રેરીની સુવિધા મળી તે આશયથી તાલુકા પંચાયત કચેરીના મકાન પરજ આયોજન કરી તાલુકા પ્રમુખ ભુપેન્દ્ર ભાઈ સંગાડા ,સરપંચ કિરણ ભાઈ રાવત તેમજ તલાટી ક.મંત્રી વી.આર.રાઠોડ. ડે.સરપંચ રફીક ભાઈ જર્મન પંચાયત સ્ટાફ અને સુરેન્દ્ર સિંહ સોલંકી, મહેન્દ્ર ભાઈ પલાસ, વિજયસિંહ રાહુલજી તેમજ નગરના આગેવાનોની ઉપસ્થિતિમાં તત્કાલિન ટીડીઓ હરેશ મકવાણાના હસ્તે 22 જુલાઇ 2021ના રોજ ખાતમૂહૂર્ત કરવામાં આવ્યુ હતું.

તે સમયે આ કાર્યક્રમમાં ત્યાર બાદ આ લાયબ્રેરી તાલુકા પંચાયત કચેરીના નીચેના માળે બનાવવાનું નક્કી કરાયુ હતું. ત્યારે સંજેલી તાલુકા પંચાયત ખાતે વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા દ્વારા લાઈબ્રેરીનું બીજી વખત લાયબ્રેરીનું ખાતમૂહૂર્ત કરવામાં આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ લાઈબ્રેરીનું ખાતમુહર્ત કરવામાં આવશે કે પછી બિલ્ડીંગની બાંધકામ કરી અને લાઈબ્રેરી ખુલ્લી મુક શે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે સાથે બીજી વખત લાઈબ્રેરીનું ખાતમુહર્ત કરાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું.

ગ્રાઉન્ડમાં બિલ્ડિંગ બનાવવાથી આજે ખાતમુહૂર્ત કરાયું
તાલુકા પંચાયત બિલ્ડીંગ પર આઠ માસ અગાઉ લાઈબ્રેરીનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યુ હતુ પરંતુ જ્યાં સોલર સિસ્ટમ લગાવવાને કારણે તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં નવીન બિલ્ડીંગ બનાવવાને લઇને આજે વિધાનસભા દંડકની અધ્યક્ષસ્થાને ખાતમૂહૂર્ત કર્યું છે. - સુરેશ ગાંવિત , ટીડીઓ

લાઇબ્રેરી બારોબાર વેચ્યાના આક્ષેપ થયા હતા
સંજેલીમા ઝાલોદ રોડ પર આવેલી સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતની વર્ષો જુની લાઈબ્રેરીનું મકાન પંચાયતે બારો બાર ઠરાવો કરી અને તાલુકા જિલ્લાની ભલામણ કે જાહેર હરાજી કર્યા વિના પોતાની મનમાની વાપરી અને વેચી મારવામાં આવ્યુ હોવાના આક્ષેપ થયા હતાં. આવા બારોબાર ઠરાવો કરી અને વેચી મારનાર સરપંચ સહિત તલાટી સામે તત્કાલિન સમયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...