આશ્ચર્ય:દાહોદ પાલિકાની સામાન્ય સભા સેકન્ડોમાં સમાપ્ત થતાં આશ્ચર્ય

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યસૂચિમાં સમાવિષ્ઠ કામો વાંચવાની તસ્દી પણ ન લેવાઇ
  • ​​​​​​​પ્રમુખે 1થી 17 કામો મંજૂર ​​​​​​​કહેતાં તમામ ટેબલ થપથપાવી ઉભા થઇ ગયા

દાહોદમાં શુક્રવારની સાંજે ત્રિમાસિક સામાન્ય સભા રાખવામાં આવી હતી. જોકે, આ સભા સેકન્ડોમાં સમાપ્ત થતાં આશ્ચર્ય ફેલાયુ હતું. કાર્યસુચિમાં સમાવિષ્ટ કામોને પણ વાંચવાની તસ્દી નહીં લેવાતા ચર્ચાનો વિષય બન્યો હતો.

દાહોદ નગર પાલિકાની ગત ત્રિમાસિક સામાન્ય સભા સ્થળ બદલવાના મુદ્દાને લઇને તોફાની બની હતી. ત્યારે આ વખતે શુ્કવારે નગર પાલિકાના સભાખંડમાં સામાન્ય સભા રાખવામાં આવી હતી. વંદેમાતરમ્ બાદ સભા શરૂ થતાં પ્રમુખ રીનાબેન પંચાલે નવા આવેલા ચીફ ઓફિસરનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ 1થી 17 પ્રશ્નો મંજુર કહેતાં હાજર તમામ સભ્યો ટેબલ થપથાવીને ઉભા થઇ ગયા હતાં. એજેન્ડામાં સમાવેલા પ્રશ્નો પણ વાંચવામાં ન આવ્યા હતાં. સભા પૂર્ણ થયા બાદ પોતાનો મત વ્યક્ત કરવા માટે માઇકની ખેંચાખેચી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...