જીવન ટૂંકાવ્યું:ધાનપુરના હરખપુરમાં યુવકનો આપઘાત, યુવકના મોતથી ગ્રામજનોમાં શોક

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં જ આવેલા કુવામાં મોતની છલાંગ લગાવી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના હરખપુર ગામે એક 38 વર્ષીય યુવક ગામમાં આવેલા એક કૂવામાં કુદી પડ્યો હતો.આ યુવકનું મોતની નીપજતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. યુવકના આપઘાતથી ગ્રામજનોમાં શોકનો માહોલ છે.

અગમ્ય કારણોસર આપઘાત કર્યો
તારીખ 22 મી જુલાઈના રોજ ધાનપુર તાલુકાના હરખપુર ગામે પટેલ ફળિયામાં રહેતા 38 વર્ષીય નવરસિંહભાઈ બદીયાભાઈ મેડા અગમ્ય કારણોસર ગામમાં આવેલ એક કૂવામાં ઝંપલાવ્યું હતું .જેને પગલે તેઓ કૂવાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું.

ઘટના સ્થળે પરિવારજનો,પોલીસ પહોંચી
ઘટનાને પગલે સ્થળ પર પરિવાર તેમજ ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં મૃતકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

ફરિયાદ નોંધાંવતા કાર્યવાહી હાથ ધરાઈ
આ સંબંધે હરખપુર ગામે પટેલ ફળિયામાં રહેતા અમરસિંગભાઈ બદીયાભાઈ મેડા દ્વારા ધાનપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...