રજૂઆત:સંજેલી હોળી ફળિયામાં સામૂહિક રસ્તા પર થયેલા દબાણ દૂર કરવા ટીડીઓને રજૂઆત

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંજેલી હોળી ફળિયા સામૂહિક રસ્તા પર થયેલા દબાણ દુર કરવા ખેડૂતપુત્રએ ટીડીઓને લેખિત રજૂઆત કરી હતી. - Divya Bhaskar
સંજેલી હોળી ફળિયા સામૂહિક રસ્તા પર થયેલા દબાણ દુર કરવા ખેડૂતપુત્રએ ટીડીઓને લેખિત રજૂઆત કરી હતી.
  • આદિવાસી ખેડૂતના ખેતરમાં જવાના માર્ગ પર જ દબાણ થતાં ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત

સંજેલી ખાતે આવેલ હોળી ફળિયા વિસ્તારમાં ફળિયામાંથી પસાર થતા માર્ગ પર જ મકાન બનાવી દેતા સ્થાનિકો અને ખેડુતોને ખેતરમાં અવર જવર કરતાં વાહનોને મુશ્કેલીને લઇ તાલુકા વિકાસ અધિકારીને દબાણ દુર કરવા ખેડૂત દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી.સંજેલી ઝાલોદ રોડ પર આવેલા હોળી ફળિયા વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં વર્ષોથી પંચાયતનો રસ્તો છે. જ્યાંથી આ ફળિયાના લોકો સહિત ખેડુતો પોતાના ખેતરમાં અવર જવર કરતાં હતાં પરંતુ થોડા દિવસ અગાઉ માથાભારે લોકો દ્વારા રોડ પર જ પંચાયતની ખુલ્લી સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી રસ્તો સાંકડો કરી રોડ પર જ મકાન બનાવી દીધું હતું જેથી ખેતરમાં વાહન લઈ જવા માટે મુશ્કેલી ઉભી થવા લાગી છે.

ખેડુત પોતાના ખેતરમાં પાક ખેતપેદાશો કરી પોતાના પરિવારનું પેટીયું રળતા હોય છે પરંતુ હાલ રોડ પર જ મકાન બનાવી દેતાં ખેડુતના ખેતરમાં ખેડાણ વિના પાક કઈ રીતે કરવો તેની મુશ્કેલીને લઈ ખેડૂત પરિવારમાં નારાજગી જોવા મળી રહી છે. વર્ષો જૂના માર્ગ પર માથાભારે યુવકો દ્વારા પંચાયત તંત્રની બેદરકારીથી ખેડૂતોને ભોગ બનવું પડે છે.

જેથી રોડ પર જ થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણાને ખેડૂત પુત્ર મહેન્દ્ર ચારેલ દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે. અરજદારે દબાણ બાબતે પંચાયત સરપંચને મૌખિક રજુઆત કરતા સરપંચ ઉશ્કેરાઇ જઇ અપશબ્દોનો ઉપયોગ કરી થાય તે કરી લેજે તેમ જ કોઈ પણ જાતની અરજી કરતો નહીં નહી તો જોવા જેવું થઈ જાય તેવા અપશબ્દોનો ઉલ્લેખ કરી ધમકીઓ આપી હતી જે બાબતનો રેકોર્ડિંગ સહિતના પુરાવાને લઈ આ બાબતે પણ લેખીત રજુઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...