કાર્યવાહી:લીમખેડામાં સબમર્સિબલ મોટર ચોરનાર પાલ્લીના 2 ઝડપાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંકાસ્પદ હાલતમાં ઉભેલા જણાતાં ઝડપ્યા
  • પૂછપરછમાં 9 દિવસ પૂર્વે ચોરી કર્યાનું કબૂલ્યું

લીમખેડામાં કુમાર આશ્રમ શાળાની સબમર્સિબલ મોટરની ચોરી થઇ હતી.એલસીબીએ તલસ્પર્શી તપાસ બાદ શંકાના આધારે પાલ્લી ગામના બે યુવકોને પકડતાં તેમણે ચોરીની કબૂલાત કરી હતી. દાહોદ એસ.પી.બલરામ મીણાએ જિલ્લામા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ બનતા અટકાવવા અને સ્કૂલ ચોરી તથા આશ્રમશાળામા થતી ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માટે એસ.સી.બી પી.આઇ બી.ડી. શાહને માર્ગદર્શન કર્યુ હતું.

જે અનુસંધાને પી.આઇ. બી.ડી. શાહ તથા પી.એસ.આઇ. એમ.એફ. ડામોર, પી.એસ.આઇ. એન.એન. પરમાર તથા સ્ટાફની ટીમ સાથે જીલ્લામા અગાઉ લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી તેમજ ચોરીના ગુનામા પકડાયેલ અને જામીન ઉપર છુટેલ આરોપીઓની માહિતી એકત્રીત કરી બાતમીદારો મારફતે તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી તેઓની પ્રવૃતી તેમજ હીલચાલ ઉપર વોચમા કાર્યરત હતા. તે દરમિયાન પી.આઇ. બી.ડી.શાહની સુચનામાં પી.એસ.આઇ. ડામોર તથા પી.એસ.આઇ. પરમાર અને એલ.સી.બી. સ્ટાફની ટીમ સાથે લીમખેડા ડિવીઝન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.

તે દરમિયાન લીમખેડા બોમ્બે હોટલ આગળ બે ઇસમો કંઇક શંકાસ્પદ ચીજવસ્તું પ્લાસ્ટીકના થેલામા લઇ ઉભા હોવાનું જણાતા તે બંને ઇસમો નજીક જતા તેઓ બંને ઇસમો થેલામા ભરેલ ચીજવસ્તું મુકી ભાગતા ટીમે પીછો કરી પાલ્લી ગામના વજેસીંગ ધીરા ડામોર તથા અશોક ચંદુ ચૌહાણને પકડી પાડી તેઓની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ નહી આપતા તેમની પાસેના થેલામા તલાસી લેતાં એક પાણી ખેંચવાની સબમર્સીબલ મોટર જોવા મળતા પૂછપરછ કરતા 9 દિવસ અગાઉ પાલ્લી ગામે લીમખેડા ભીલ સેવા મંડળ કુમાર આશ્રમ શાળાની નજીક હડફ નદીમાં મુકેલ પાણી ખેચવાની મોટરની ચોરી કરી વેચાણ કરવા જતાની કબુલાત હતી. પાણી ખેંચવાની મોટર સાથે બન્નેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે લીમખેડા પોલીસને સોપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...