તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વિરપુરમાં સ્કૂલો શરૂ પણ ST બસ ચાલુ ન થતાં વિદ્યાર્થીઓને હાલાકી, હાલમાં તાલુકાના 25 ગામના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી

વિરપુર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગ્રામ્ય વિસ્તારોની એસટી બસ બંધ થઈ જતાં તાલુકાના વિદ્યાાર્થીઓ બસ વગર અટવાઇ ગયા. - Divya Bhaskar
ગ્રામ્ય વિસ્તારોની એસટી બસ બંધ થઈ જતાં તાલુકાના વિદ્યાાર્થીઓ બસ વગર અટવાઇ ગયા.
 • શાળાએ અવર-જવર માટે એક માત્ર વિકલ્પ એસટી બસ

વિરપુર તાલુકામાં સ્કૂલો શરૂ થઈ ગઈ હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોની એસટી બસો ચાલુ કરવામાં આવી ન હોવાથી શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. જેમાં કોયડમ ગામથી ચીખલી જોઝા જવાના માર્ગ પરથી અંદાજીત 200 વિદ્યાથીઓ કોયડમ ગામે અભ્યાસ માટે જાય છે. શાળાએ અવર જવર માટે એક માત્ર વિકલ્પ એસટી બસ જે કોરોના કાળથી બંધ થઈ ગઈ છે. પરંતુ શાળાઓ શરૂ થઇ હોવા છતા હજુ સુધી બસ સેવા ચાલુ કરવામાં આવી નથી જેને કારણે વિધાર્થીઓ અને તેમના વાલીઓએ અત્યારે સ્કૂલે પહોંચવા માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

તાલુકાના કોયડમ ચીખલી જોઝા, તડપદીયા, જોઝા સહિતના અનેક ગામોના વિદ્યાર્થીઓ નિયમિત બસમાં સફર કરીને શાળાએ પહોંચતા હતા. કોરોનાના કારણે ગ્રામ્ય વિસ્તારોની કેટલીક બસોના રૂટ બંધ કરી દેતા વિધાર્થીઓ અભ્યાસ માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શિયાળામાં સાંજના સમયે અંધારું થઈ જાય છે. બસ બંધ હોવાથી વિદ્યાર્થીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરી ઘરે જવું પડે છે. નિગમ દ્વારા વિસ્તારની બસો ચાલુ કરવામાં આવે તેવી માગ છે.

મોટા ભાગના રૂટ ચાલુ કરી દેવાશે
વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મોટા ભાગના રૂટ 18 તારીખ પછી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે પછી ગ્રામ્ય વિસ્તારોના મોટાભાગના રૂટ ચાલુ કરી દેવામાં આવશે.>કે.કે.પરમાર, ડેપો મેનેજર, બાલાસિનોર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો