તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને ઈન્ટરનેશનલ એસો. ઓફ લાયન્સ કલબ ડિસ્ટ્રિક્ટ 3232 એફ 1 રિજિયન 7 અને ઝોન 2 દ્વારા આયોજિત વેબિનાર “સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ ડ્યુરીંગ કોવિડ-19’ યોજવામાં આવ્યો હતો. પ્રિસાઇડિંગ ઓફિસર લા. કમલેશ લીમ્બાચીયા ઝોન ચેરમેન દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટક લા જે પી ત્રિવેદી ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કરાયુ હતું. મુખ્ય મહેમાન જિલ્લાના શિક્ષણાધિકારી કાજલબેન દવે દ્વારા પણ બાળકોને પ્રોત્સાહિત થાય તેવું ઉદ્બોધન કર્યું હતું. વેબિનારના મુખ્ય વક્તા ડો. રમેશ પરમાર (મનોચિકિત્સક) દ્વારા સાયન્સના વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય, કોરોના વિશેની કઈ તકેદારી રાખવામાં આવે, કેવી રીતે વાંચવું, ઓનલાઈન અભ્યાસ, જેવા અગત્યના મુદ્દા ઉપર પોતાના સચોટ માર્ગદર્શન આપ્યું હતું. પ્રશ્નોત્તરી દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નોનુ નિરાકરણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહેશ પટેલ દ્વારા કરાયું હતું .આભારવિધિ લા યુસુફી કાપડિયા દ્વારા કરાઇ હતી. આ 200થી વધુ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાઈ વેબિનારને સફળ બનાવ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.