અમલીકરણ:દાહોદમાં આગામી 11 જૂન સુધી રાત્રી સંચારબંધીનું ચુસ્ત પાલન

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી વાણિજ્યક પ્રવૃત્તિની છૂટ

દાહોદ શહેર સહિત જિલ્લામાં કલેક્ટર વિજય ખરાડીએ દાહોદ નગરમાં આંશિક લોકડાઉનમાં છૂટ બાબતે જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામા મુજબ સમગ્ર દાહોદ શહેરમાં તા. 4 જૂન 21 થી તા. 11 જૂન સુધી રાત્રીના 9 વાગ્યેથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. આ રાત્રી કરફ્યૂના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. ઉપરાંત બીમાર વ્યક્તિ, સર્ગભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડેન્ટ સાથે અવરજવરની છૂટ સહિતના નિયમો યથાવત રહેશે.

તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. જ્યારે રેસ્ટોરન્ટસ સવારના 9 થી રાત્રીના 9 સુધી ટેક અવે અને સવારના 9 થી રાત્રીના 10 વાગ્યા સુધી હોમ ડિલીવરીની સુવિધા ચાલુ રાખી શકશે. આ ઉપરાંત લગ્નમા મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. અંતિમક્રિયા-દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી સહિતના નિયમો યથાવત રાખવામાં આવ્યા છે.

આ જાહેરનામું દાહોદ નગરપાલિકા વિસ્તારમાં તા. 4 જૂનથી 11 જૂનની સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ ઝાલોદ તાલુકાના ઝાલોદ શહેર, લીમડી ગામ, દેવગઢ બારીઆ તાલુકાના દેવગઢ બારીઆ નગર, પીપલોદ ગામ, ફતેપુરા તાલુકાના ફતેપુરા ગામ, સુખસર ગામ, ગરબાડા તાલુકાના ગરબાડા ગામ, જેસાવાડા ગામ, લીમખેડા તાલુકાના લીમખેડા ગામ, પાલ્લી ગામ, સંજેલી તાલુકાના સંજેલી ગામ, સીંગવડ તાલુકાના સીંગવડ ગામ, ધાનપુર તાલુકાના ધાનપુર ગામ ખાતે રાત્રી કરફ્યૂ રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યાનો છે. તેની મુદ્દત લંબાવીને આગામી તા. 11 જૂન સુધી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...