ચોરી:દાહોદમાં બંધ ઘરના છતના પતરાં કાપી અંદર પ્રવેશી 1.30 લાખની મતાની ચોરી

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડા 70 હજાર તથા સોનાના દાગીના, અન્ય કિંમતી વસ્તુઓ લઇ ગયા

દાહોદની ભાટવાડા સ્કૂલ સામે એક બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા ચોર તસ્કરો છતના પતરા કાપી અંદર પ્રવેશ કરી કબાટના લોક તોડી તેમાં મુકેલ 70 હજાર રોકડા તથા સોનાના દાગીના તેમજ અન્ય કિમતી વસ્તુઓ મળી કુલ 1,30,000ની મત્તા ચોરી કરી લઇ ગયા હતા.

દાહોદની ભાટવાડા સ્કૂલની સામે રહેતા ઇર્શાદહુસેન અહેમદભાઇ જાબર તથા તેમના પરિવારના સભ્યો તા.5 નવેમ્બરના રોજ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ઘરના તાળા મારી તેમના સંબંધીના ઘરે ગોધરા લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન બંધ ઘરને નિશાન બનાવી ચોર ઇસમોએ તેમના ઘરની છતના પતરા કાપી અંદર પ્રવેશ કર્યો હતો.

ઘરના કબાટનું લોક તોડી કબાટમાં મુકેલ રોકડા રૂપિયા 70,000 તથા બે તોલા સોનાના દાગીના અંદાજે 60,000 રૂા.ના તથા અન્ય કિમતી ચીજવસ્તુઓ મળી કુલ 1,30,000ની મત્તા ચોરી કરી લઇ ગયા હતા. બીજા દિવસે રાતના 11 વાગ્યાના અરસામાં પરત આવતાં દરવાજો ખોલતાં અંદરથી બંધ જણાતા શંકા જતાં પાડોશીને બોલાવી ઘરની ચત ઉપર જઇ તપાસ કરતાં પતરા કપાયેલા જોવા મળ્યા હતા.

કપાયેલા પતરામાંથી ઘરમાં ઉતરી જોતાં તમામ ઘરવખરી વેરવેખિર અવસ્થામા અને કપાટનું લોક તુટેલી હાલતમાં જોવા મળ્યું હતું. આ સંદર્ભે ઇર્શાદહુસેન અહેમદભાઇ જાબરે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...