તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓને કોરોનાનો ભય:ધો.6થી 8 ઓફલાઇન થવાથી બાળકો ખુશ, વાલીઓ ચિંતાગ્રસ્ત, તંત્ર તૈયારીમાં વ્યસ્ત

દાહોદ, ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બંસરી ભાવિન રાઠોડ, ધો.7,  ગોવિંદભાઈ પલાસ, વાલી - Divya Bhaskar
બંસરી ભાવિન રાઠોડ, ધો.7, ગોવિંદભાઈ પલાસ, વાલી
  • વાલીનું સંમતિપત્ર રજૂ કર્યા બાદ જ બાળકોને શાળામાં પ્રવેશ અપાશે, 50% હાજરી સાથે ચાલશે વર્ગો
  • પંચમહાલ-દાહોદમાં 200585 વિદ્યાર્થી
  • પંચમહાલમાં ધો.6થી 8માં 92,846 વિદ્યાર્થીઓ ભણે છે, કહ્યું ઓનલાઇનથી કંટાળ્યા, અમે સ્કૂલ જઇશું

રાજ્ય સરકાર દ્વારા તા.2 સપ્ટેમ્બરથી ધો.6, 7 અને 8ના વર્ગોને ઓફલાઇન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને પગલે સમગ્ર શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ લોકોમાં આ મુદ્દો ચર્ચાની એરણે છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા એક મહિના જેટલા સમયથી ધો 9, 10, 11ના વર્ગો ચાલી જ રહ્યાં છે. જો કે તેમાં વિદ્યાર્થીઓની પુરતી હાજરી થતી નથી.

ત્યારે ધો.6થી 8ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કેટલો સફળ કે કારગત સાબિત થશે તે જોવું રહ્યું તેવી ચર્ચા લોકમુખે છે. આગામી તા.2 સપ્ટેમ્બરના રોજથી વર્ગો શરૂ થઇ રહ્યાં છે ત્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લાઓના કેટલાંક વાલી, વિદ્યાર્થી અને સંચાલકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર તો છે પરંતુ તેઓ હજુ પણ ભયના ઓથાર હેઠળ તો છે જ.

ઘો. 9થી 12ના 35% વિદ્યાર્થીઅો અોફલાઇન અભ્યાસ કરવા આવે છે
કોરોનાની બીજી લહેર ચાલુ થતાં ધોરણ 6થી 8ની શાળાઅો બંધ કરી દેવાઇ હતી. જે સમાપ્ત થતાં રાજય સરકારે ધો.6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી ચાલુ કરવાની જાહેરાત કરી છે. ત્યારે પંચમહાલ જિલ્લા પ્રાથમીક શિક્ષણ કચેરી તેયારીઅોમાં લાગી ગઇ છે. જિલ્લામાં ચાલુ વર્ષે ધોરણ 6થી 8ના 92,846 વિદ્યાર્થીઅો અોનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. જે 2 સપ્ટેમ્બરથી અોફલાઇન શિક્ષણ મેળવશે. જેમાં વાલીનું સંમતીપત્ર રજુ કરવુ પડશે.

જિલ્લાની સરકારી, ખાનગી સહીતની 966 શાળાઅો ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઅોને પ્રવેશ અાપવા તેયારીઅોમાં લાગી ગઇ છે. નોંધનિય છે કે, ધોરણ 6થી 8ના વર્ગો ચાલુ કરવાની જાહેરાત કરાઇ છે પરંતુ ધો.9થી 12ના વર્ગો શરૂ થયે બે માસ થયા હોવા છતા વાલીઅોમાં કોરોનાના ડરને કારણે તેમાં 35 ટકા વિદ્યાર્થીઅો જ શાળામા અાવી રહ્યા છે. ત્યારે શાળામાં અાવતાં ધો 6થી 8ના વિદ્યાર્થીઅોની સંખ્યાને લઇને પણ સવાલો ઉભા થશે તેમ લાગી રહ્યું છે.

જો કે અોનલાઇન શિક્ષણથી કટાંળી ગયેલા વિદ્યાર્થીઅો હવે 2 સપ્ટેમ્બરથી શાળામાં અોફલાઇન અભ્યાસ કરવા માટે થનગની રહ્યા છે. તો બીજી તરફ વાલીઓને બાળકોને સંક્રમણનો ડર સતાવી રહ્યો છે. જ્યારે તંત્ર સમગ્ર તૈયારીમાં લાગી ગયું છે.

જિલ્લાની 966 શાળામાં 92,846 વિદ્યાર્થીઅો છે
તાલુકાશાળાવિદ્યાર્થીઅોની સંખ્યા
ઘોઘંબા14712150
ગોધરા25326320
હાલોલ12512770
જાબુંઘોડા372881
કાલોલ11011490
મોરવા(હ)13111254
શહેરા16315981

વર્ગોનું સેનિટાઇઝેશન શરૂ કર્યું છે

6થી 8ના વર્ગો ચાલુ થવાની જાહેરાત થઇ પણ હજુ પરીપત્ર કે સંમતીપત્ર અાવ્યું નથી. પરિપત્ર અાવ્યા બાદ વાલીની સંમતિથી વર્ગો ચાલુ કરીશું હાલ વર્ગોને સેનેટાઇઝ કરવાનું કામ ચાલે છે. - પિન્ટુ જાની, અમન ડે સ્કૂલ

અેક વર્ગમાં 50% વિદ્યાર્થી જ હશે
વિદ્યાર્થીઅો માટે ખુશીના સમાચાર છે. સંમતીપત્ર બાદ પ્રવશ અપાશે. માસ્ક, સોસિયલ ડીસ્ટન્સ સહિતની ગાઇડલાઇનનું પાળવી પડશે. 1 વર્ગમાં 50% વિદ્યાર્થી બેસાડાશે. - વિનુભાઇ પટેલ, પ્રા. શિક્ષણાધીકારી

મોબાઇલ કરતાં શાળામાં ભણવાથી વધારે સમજ પડે છે
અત્યારસુઘી અોનલાઇન શિક્ષણ લઇને કટાંળ્યા છીઅે. હુ શાળામાં જઇશ. પણ શાળામાં માસ્ક અને સોશિયલ ડીસટન્સ જાળવાય તો મારી સાથે બીજા પણ વિદ્યાર્થીઅો ભણવા અાવશે. મોબાઇલ કરતા શાળામાં ભણવાથી વધારે સમજ પડે છે. હું તો શાળામાં જવાની છું. - ઉર્વા પંડયા, ધોરણ 8 ની વિદ્યાર્થીની

ધો.9થી 12ના વર્ગોમાં માંડ 35% વિદ્યાર્થી ઓફલાઇન થયાં છે
દાહોદ જિલ્લામાં ધો9થી 12ની શાળા શરૂ કર્યા બાદ જુજ સંખ્યામાં જ વિદ્યાર્થીઓ ઓફલાઇન અભ્યાસ માટે જઇ રહ્યા છે ત્યારે આ શાળાઓ શરૂ થયા બાદ બાળકોની હાજરી સામે પ્રશ્નાર્થ સર્જાઇ રહ્યો છે. કેટલાંક વાલિઓ પરીસ્થિતિ જોયા બાદ બાળકને શાળાએ મોકલવાનો નિર્ણય લેવાનું વીચારી રહ્યા છે. ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સ્વાભાવિક હાજરીનો પ્રશ્ન સર્જાશે. દાહોદ જિલ્લા અંગે તંત્ર અને સ્કૂલ સંચાલકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શાળાઓમાં 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બોલાવાશે.

આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે તે પ્રમાણે, સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો સાથે શાળા શરૂ થશે. દાહોદમાં માસ પ્રમોશન બાદ ધોરણ 6થી 8માં 1,17,739 વિદ્યાર્થી નોંધાયેલા છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં રોજીરોટી માટે હિજરતનું પ્રમાણ મોટુ હોવાથી હાલ મહત્તમ બાળકો તેમના માતા-પિતા સાથે પરગામોમાં છે. સાથે ત્રીજી લહેરની વાતો અને ભૂતકાળમાં જોયેલી પરીસ્થિતિને કારણે વાલિઓમાં હજુ ભય જોવાઇ રહ્યો છે. જોકે, શાળા શરૂ થવાની હોવાથી બાળકો ખુશ છે. જ્યારે વાલીઓ ચિંતાગ્રસ્ત થયા છે. જ્યારે તંત્ર શાળા શરૂ કરવાની તૈયારીમાં લાગી ચૂક્યું છે.

ધો.6થી 8ના છાત્રોની સંખ્યા
તાલુકોધો.6ધો.7ધો.8
દાહોદ885785328696
ગરબાડા341236183424
લીમખેડા363937643697
ધાનપુર285628432544
ફતેપુરા404340424190
ઝાલોદ773877947727
દે.બારિયા453446154851
સંજેલી163716081656
સીંગવડ229422412387

​​​​​​

9-12ની સ્થિતિ
હાજરગે.હાજર
93979988
41675182
39043190
28172666
46664088
73929474
48085041
9991389
30572676

ઓનલાઇનમાં ખુબ તકલીફ પડી
ઓન-લાઇન શિક્ષણમાં અમને ખૂબ તકલીફ પડતી હતી. સ્કૂલ ચાલુ થવાથી ખુશ છીએ. - બંસરી ભાવિન રાઠોડ, ધો.7

પરિસ્થિતિ જોયા બાદ જ અમે નિર્ણય લઇ શકીશું
કોરોનાને લીધે શિક્ષણ કાર્ય ઠપ થવાથી બાળકોના શિક્ષણ પર માઠી અસર છે. શાળા ફરીથી શરૂ કરવાનો નિર્ણય સારો છે પણ કોરોનાનો ભય હજી પણ છે. બાળકોને સ્કૂલ મોકલવાનો નિર્ણય સ્થિતિ જોયા બાદ જ લઇશું. - ગોવિંદભાઈ પલાસ, વાલી

અન્ય સમાચારો પણ છે...