દારૂના વેચાણ પર દરોડો:દાહોદ તાલુકામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી, ત્રણ સ્થળોએથી સાડા આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમા સ્ટેટ મોનીટરીંગ સેલની બીજી રેડથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા બે બુટલેગર ઝડપાયા,ચાર ફરાર આરોપી સામે પણ ફરિયાદ

દાહોદ તાલુકાના મેગા જીઆઈડીસી, ખરેડી અને નાની રાનાપુર એમ ત્રણ સ્થળોએ ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ ટીમે ઓચીંતી રેડ પાડી હતી. પોલીસે કુલ રૂપિયા 2,29,945/- ના વિદેશી દારૂના જથ્થા સાથે રોકડ રકમ ચાર વાહનો અને ચાંદી મળી કુલ રૂપિયા 8,33,185/- નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે. જ્યારે આ રેડ માં બે ઈસમોની અટકાયત તેમજ ચાર ફરાર ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ ટીમને મળેલી બાતમીના આધારે દાહોદ તાલુકામાં આવેલા મેગા જીઆઈડીસી ખરેડી અને નાની રાણપુર ગામે મકાનોમાં ઓચીંતી રેડ પાડી હતી. જેમાં પોલીસે એમાનભાઈ પારસીંગભાઈ હઠીલા અને પ્રતાપભાઈ પ્રેમચંદભાઈ એમ બંને વ્યકિતની અટકાયત કરી હતી .મકાનોમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.1613 જેની કુલ કિંમત રૂપિયા 2,29,945/-, બે મોબાઇલ ફોન ચાર વાહનો તેમજ ચાંદીની રકમ મળી પોલીસે કુલ રૂપિયા 8,33,185/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો .જ્યારે ફરાર વોન્ટેડ એવા ગોમાનભાઈ પારસીંગભાઈ હઠીલા, અનુભાઈ માવી, પીરીયો અને એક ગાડીનો ચાલક એમ કુલ ચાર ફરાર ઈસમો વિરુદ્ધ ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત તમામ ઇસમો વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...