શૈક્ષણિક કાર્ય શરૂ:પંચમહાલ - દાહોદ જિ.માં આજથી શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ

દાહોદ ,ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પંચમહાલમાં 1530 તથા દાહોદમાં 1855 શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ

પંચમહાલ માં 13 મી જુનથી નવા સત્રનો પ્રારંભ થશે. જિલ્લાની 1530 શાળામંા સોમવારથી બાળકોના કલલાટથી શાળાઅો ગુંજી ઉઠશે.પંચમહાલ જિલ્લાના ધોરણ 1 થી 8 ના 2.50 લાખ બાળકો શાળાઅોમાં અાજથી અભ્યાસ કરશે.જેના માટે શાળાઅોની સાફસાફઇ તથા સેનટાઇઝર કરીને તમામ તૈયારીઅો પુર્ણ કરી દેવામાં અાવી છે.

જયારે માધ્યમિક શાળાઅોના 80 હજાર વિદ્યાર્થીઅો સોમવારથી શાળાઅોમાં અભ્યાસ ક્રમ ચાલુ થશે. નવા સત્રમાં વિદ્યાર્થીઅો ના માથે સ્ટેશનરી તથા શાળાઅોની ફીમાં વધારો ભાવ વધશે.નવા સત્રનો અારંભ થતાં બાળકો પાઠયપુસ્તકોની ખરીદી કરવા દુકાનોમાં ભાડી જોવા મળી હતી. ત્યારે નવા સત્રની શરુઅાત થતાં શીક્ષણ વિભાગ દ્વારા શાળાઅોની સાફ સફાઇ સહીતની તમામ કામગીરી પુર્ણ કરી દીધી હોવાથી અાજે શાળાઅોમાં બાળકોને ફુલ અાપીને પ્રવેશ અાપીશું તેમ શીક્ષણ વ્ીભાગ જણાવી રહ્યું છે.

દાહોદ માં પ્રાથમિક અને અને માધ્યમિક શાળાઓમાં એક સરખું વેકેશન જાહેર કરાયું હતું. જિલ્લાની શાળામાં 35 દિવસનું ઉનાળુ વેકેશન રહ્યું હતું. આ વર્ષે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એક સાથે વેકેશન જોવા મળ્યુ હતું. બે વર્ષ સુધી કોરોનાના કારણે શૈક્ષણિક શિડ્યુલ ખોરવાયેલું રહ્યા બાદ આ વર્ષે બાળકો તથા વાલીઓ કોરોનાના ભયથી મૂક્ત થયા છે.

પ્રાથમિક અને માધ્યમ સ્કૂલોમાં બાળકોની પરીક્ષાઓ પણ યોજાઈ છે. સ્કૂલોમાં 9 મેથી 12 જૂન સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે 13 જુનના રોજ વેકેશનની પૂર્ણાહૂતિ થઇ રહી હોવાથી 1855 ખાનગી અને પ્રાથમિક શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠશે. આ સાથે જિલ્લાની 318 માધ્યમિક શાળાઓ પણ સોમવારથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...