• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • ST Bus Driver Crushed Grandmother, Granddaughter In Limkheda, Granddaughter Died On The Spot, Grandmother Shifted For Treatment

હિટ એન્ડ રન:લીમખેડામા એસટી બસના ચાલકે દાદી,પોત્રીને કચડયા,પોત્રીનુ ઘટના સ્થળે જ મોત,દાદીને સારવાર માટે ખસેડાયા

દાહોદ19 દિવસ પહેલા

એસ.ટી. બસના ચાલકની ગફલતને કારણે લીમખેડા વિજય હોટલ પાસે રોડ પર સાઈડમાં ઉભેલ વૃધ્ધ મહિલા તથા તેની પૌત્રીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સગીર પૌત્રીને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ તેનું મોત નિપજ્યાનું અને વૃધ્ધાને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ છે.

દાદી સગીર પૌત્રી સાથે ઉભા હતા
એક એસ.ટી.બસનો ચાલક તેના કબજાની જીજે-18 ઝેડ-7332 નંબરની એસટી બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આવતો હતો.ત્યારે લીમખેડાના વટેડા ગામે વિજય હોટલ નજીક રોડની સાઈડમાં પોલિસીમળ ગામના વાગદડા ફળિયામાં રહેતા 67 વર્ષીય નવલાભાઈ નાનાભાઈ કુવૈસીયાની પત્ની તથા તેની પૌત્રી એમ બંને ઉભા હતા. તેમને જોરદાર ટક્કર મારી રોડ પર પાડી દઈ એસટી બસ લઈ નાસી ગયો હતો.આ અકસ્માતમાં નવલાભાઈ નાનાભાઈ કુવૈસાયીની પત્નીને શરીરે નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. જ્યારે તેની પૌત્રીને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

ચાલક બસ સાથે ફરાર, પોલીસ દોડી આવી
ઘટનાની જાણ થતાં જ લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે લીમખેડા સરકારી દવાખાને મોકલી આપ્યા બાદ મરણજનાર પૌત્રીનું લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી તેની લાશને પી.એમ. માટે લીમખેડા સરકારી દવાખાને મોકલી આપી હતી.આ સંબંધે નવલાભાઈ નાનાભાઈ કુવૈસાયાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલિસે એસટી બસના ડ્રાયવર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...