ભાસ્કર વિશેષ:દાહોદમાં દિવ્યાંગો માટેના ખાસ ખેલ મહાકુંભનો સિટી ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 મે સુધી સ્પર્ધા ચાલશે : સ્થળ પર ઓફ લાઈન રજિ. કરવાની સુવિધા

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દિવ્યાંગો માટેનો ખેલ મહાકુંભ યોજવામાં આવે છે. દાહોદ જિલ્લામાં પણ તા. 30 એપ્રિલથી આગામી તા. 2 મે સુધી દિવ્યાંગો માટેના ખાસ ખેલ મહાકુંભનો સીટી ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાયો છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત તેમજ જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

ત્યારે દાહોદ ખાતે સ્પે. ખેલમહાકુંભ દિવ્યાંગ- પ્રજ્ઞાચક્ષુ માટે જિલ્લાની સ્પર્ધાનો પણ આરંભ આજે કરાયો છે. સીટી ગ્રાઉન્ડ ખાતે સ્પર્ધામાં બ્લાઈન્ડ વેલફેર સંસ્થાનો પણ સહયોગ લેવાયો છે. યુસુફ કાપડિયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રેરક સંદેશો આપ્યો હતો. જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરીએ જણાવ્યું કે, સ્પે.ખેલમહાકુંભ 2022 (દિવ્યાંગ) માનસિક પડકાર ધરાવતા તથા શ્રવણમંદ સહિતના દિવ્યાંગો માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાનો રવીવારથી આરંભ સિટી ગ્રાઉન્ડ ખાતેથી કરાયો હતો.

જેમાં સ્પર્ધા સ્થળ પર ઓફ લાઈન રજીસ્ટ્રેશન કરી દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લઇ શકે તેવી સુવિધા પણ કરવામાં આવી છે. ખેલમહાકુંભમાં જુદી જુદી કક્ષાની સ્પર્ધામાં 01 થી 03 ક્રમ મેળવનાર ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે દાહોદ જિલ્લા વ્યાયામસંઘના પ્રમુખ નીલકંઠ ઠક્કર, બેડમિન્ટન એસો. સેક્રેટરી વસંતભાઇ, સ્પેશ્યલ દિવ્યાંગ ખેલ મહાકુંભ સ્પર્ધાના કન્વીનર વિરેન્દ્રભાઈ, પ્રાંત યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, અશોક પટેલિયા અને ભાગ લીધેલ દિવ્યાંગો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...