દાહોદ જિલ્લામાં આજથી કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે. ત્યારે એક સંવેદનશીલતાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી એક બાળકને ઝાલોદની શાળાની બહાર ઉદાસ બેઠોલો જોયો. તેમણે પૃચ્છા કરતા બાળક અહીંની શાળામાં ધોરણ 10 માં પ્રવેશ માટે આવ્યો હતો.
પિતાની નોકરી છુટતાં શિક્ષણ દોહલુ બન્યુ
હાર્દિક ડામોર નામનાં બાળકનાં પિતા વડોદરાની એક ફેક્ટરીમાં મજૂરી કામ કરી રોજની કમાણી કરતા. તેઓ ખાસ આર્થિક સ્થિતિને કારણે જ વડોદરા રોકાયા હતા. પરંતુ અચાનક હાર્દિકના પિતાની નોકરી છૂટી જતા તેઓ ઝાલોદ વતન પરત ફર્યા હતા. વતન આવતા જ બીજી અનેક સમસ્યાઓની સાથે હાર્દિકનું ધોરણ 10નુ અતિ મહત્વનું વર્ષ પણ હતું. જે માટે તેઓ અહીંની શાળામાં પ્રવેશ મેળવવા માટે આવ્યા હતા. તેમની પરિસ્થિતિથી વાકેફ થતા જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવેએ તુરત જ હાર્દિકને એડમીશન આપવા માટેના આદેશો કરતા ગણતરીનાં સમયમાં જ હાર્દિકને શાળામાં પ્રવેશ મળી ગયો હતો.
હાર્દિકે સખત મહેનત કરવા જણાવ્યું
હાર્દિક ડામોર આટલી ઝડપથી શાળામાં પ્રવેશ મળી જતા ભાવુક બન્યો હતો અને જિલ્લા શિક્ષણાધિકારીને પોતે પૂરા મન લગાવીને ભણવાની ખાતરી આપી હતી અને ભવિષ્યમાં સારી કારકિર્દી ઘડતર કરી સમાજ માટે કંઇ કરવાની વાત જણાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.