• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Some People Were Seen Dancing With Tins Of Beer In Their Hands During The Victory Procession In Ratadia Village Of Dahod, Video Goes Viral

જીતની ખુશીમાં ભાન ભૂલ્યા:દાહોદના રાતડીયા ગામમાં વિજય સરઘસ દરમિયાન કેટલાક લોકો હાથમાં બિયરના ટીન લઈ નાચતા જોવા મળ્યા, વીડિયો વાઈરલ

દાહોદએક મહિનો પહેલા
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતા ચકચાર

દાહોદ જિલ્લાના દેવગઢબારિયાના રાતડીયા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ યોજાયેલા વિજય સરઘસમાં કેટલાક લોકો હાથમાં બિયરના ટીન લઈ નાચતા હોવાનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે.

દાહોદ જિલ્લામાં આજે ગ્રામ પંચાયતની મતગણતરી ચાલી રહી છે. દેવગઢબારિયા તાલુકાના રાતડીયા ગામમાં ચૂંટણી પરિણામો બાદ યોજાયેલા વિજય સરઘસ દરમિયાન લોકો ભાન ભૂલ્યા હતા. વિજય સરઘસ દરમિયાન કેટલાક લોકો હાથમાં બિયરના ટીન લઈ નાચતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોને લઈ ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...