તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ધાનપુરમાં ખેતરમાં બોરમાં લગાવેલી પાણી કાઢવાની મોટરની તસ્કરી

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગામના યુવક પર શંકા જતાં બીજા દિવસે રાત્રે પાછી મુકી આવ્યો

ધાનપુરના શૈલેષભાઇ સુવાણ તા.3 જુલાઇના રોજ પંચાયત ઓફિસમાં કામ હોવાથી કોમ્પ્યુટર પર કામ કરવા ગયો અને કામ પતાવી રાત્રે ઓફિસમાં સુઇ ગયો હતો. ત્યારે રાત્રે બારી ખોલવાનો અવાજ આવતા તે જાગ્યો હતો. લાઇટ ચાલુ કરી બારીમાંથી જોતાં ગામનો સુભાષ પરમાર જોવાતા તુ કેમ રાત્રે આવ્યો તેમ કહેતા દરવાજો બહારથી બંધ કરી ભાગી ગયો હતો. શૈલેષ ગભરાઇ ગયો હતો અને તેના માતા-પિતા અને પર્વતભાઇ તથા મનાભાઇને ગ્રામ પંચાયત ઓફિસે બોલાવ્યા અને આજુબાજુમાં તપાસ કરતાં ખેતરમાંથી બોરમાં લગાવેલી પાણી કાઢવાની મોટર જોવા મળી ન હતી.

જ્યારે બીજા દિવસે રાતના પંચાયત નજીક ચોરી થયેલ મોટર કોઇ મુકી ગયુ હતું. જેથી પાણીની મોટર સુભાષ જ ચોરી ગયો હોવાની શક જતાં તેને પંચમાં બોલાવતા તેની જગ્યાએ ભાઇ ગોરધનભાઇ આવ્યો હતો અને મોટર સુભાષે જ ચોરી કરી અને પાછી મુકી દીધીની કબૂલાત કરી હતી. જેથી 100ના સ્ટેમ્પ પર લખાણ કરી સમાધાન કર્યુ હતું. પરંતુ સુભાષ સમાધાન પત્ર પર સહી કરતો ન હતો અને ધાકધમકીઓ આપતો હતો. ધાનપુર પોલીસ મથકે સુભાષ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...