ચોરી:બંધ મકાનના તાળાં તોડી દાગીના, રોકડ મળીને 1.68 લાખની તસ્કરી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદની ગોકુલ સોસાયટીમાં બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડા મળી 1,68,750 રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયા હતા.

દાહોદના ગોકુલ સોસાયટીમાં રહેતા વિનોદભાઇ સિસોદીયા તથા પરિવાર તા.12ના રોજ તેમના ઘરના દરવાજાને તથા જાળીને લોક મારી તેમના વતન સાવલી ગયા હતા. તે દરમિયાન રાત્રીના સમયે ચોર ટોળકીએ બંધ મકાનના નિશાન બનાવી ઘરના દરવાજાના આગળનો એલ્યુમિનિયમનો દરવાજો તથા અંદરની સાઇડ આવેલ જાળીનું લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ બેડરૂમમાં મુકી રાખેલ તિજોરીનો સામાન વેરવીખેર કરી તેની અંદરની સાઇટમાં આવેલું લોકર પણ તોડી અંદર મુકી રાખેલા સોનાનો હાર 30 ગ્રામ આશરે 60,000, સોનાની ચેન 15 ગ્રામ રૂ.30,000, સોનાનો ટીક્કો 5 ગ્રામ રૂા.10,000, સોનાનું મંગળસુત્ર કાળા મણકાવાળુ 5 ગ્રામ રૂા.10,000, સોનાના કાનના 3 નંગ બુટી 10 ગ્રામ રૂા. 20,000, સોનાની કડી કાનમાં પહેરવા 1.5 ગ્રામ રૂ.5,000, ચાંદીના છડા 100 ગ્રામ રૂ.500, ચાંદીની લ.200 ગ્રામ રૂા.1,000, ચાંદીના કડા નાના છોકરાના પહેરવાના રૂા.200, ચાંદીની રાખડીઓ રૂા.50 તેમજ રોકડા 32,000 મળી કુલ 1,68,750ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.

સવારે તેમના પાડોશી સપનાબેનને વિનોદભાઇના ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળતાં તેઓએ ફોન કરી જાણ કરતાં તેઓ તાત્કાલિક દાહોદ ઘરે આવી ગયા હતા અને ઘરમાં તપાસ કરતાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...