ચોરી:​​​​​​​દાહોદમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 1.68 લાખના મુદ્દામાલની ચોરી કરી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકડ તેમજ દાગીનાની ચોરી થતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદ શહેરના ચાકલીયા રોડ પર એક સોસાયટીમાં આવેલા મકાનમાં તસ્કરો તાટક્યા હતા. મકાનમાં પ્રવેશ કરી તસ્કરોએ રોકડા રૂપીયા તેમજ દાગીના મળી કુલ રૂપિયા 1,68,750ની મત્તાની ચોરી કરી નાસી જતાં વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

દાહોદ શહેરમાં ચાકલીયા રોડ ખાતે ગોકુલ સોસાયટીમાં રહેતાં વિનોદભાઈ મહીપાલસિંહ સિસોદીયાનું મકાન તારીખ 12 ઓક્ટોમ્બરથી તારીખ 16 ઓક્ટોમ્બર સુધી બંધ હતું. આ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ પોતાનો કસબ અજમાવી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને દાગીના તથા રોકડા રૂપીયા 32,000 મળી કુલ રૂા.1,68,750ની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. ત્યારે આ અંગે વિનોદભાઈ મહીપાલસિંહ સિસોદીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...