બંધ મકાનનાં તાળાં તૂટ્યાં:​​​​​​​દાહોદના છાપરીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું, રૂપિયા 34 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી ફરાર

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોખંડના સળિયાની ભારીઓ અને પાણીની મોટરની તસ્કરી
  • દાહોદ તાલુકા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

દાહોદ તાલુકાના છાપરી ગામે નિશાળ ફળિયામાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો ઘરનું તાળું તોડી ઘરમાં મૂકેલા લોખંડના સળીયાની ભારીઓ, લોખંડના ખપેડા તથા પાણીની મોટર મળી રૂ. 34 હજાર 600ની મત્તા ચોરીને લઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

બોરવાણી ગામના મૂળ વતની વિજયભાઈ નાનુભાઈ પણદાનું એક મકાન છાપરી ગામે આવેલું છે. નિશાળ ફળિયામાં આવેલા આ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં તેઓ પોતાનો કસબ અજમાવી ઘરના દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં મૂકી રાખેલા રૂ. 25 હજારની કિંમતની લોખંડના સળીયાની પાંચ ભારી, રૂ. 6600ની કિંમતના લોખંડના 6 ખપેડા તથા રૂ. 3 હજારની કિંમતી પાણીની મોટર મળી રૂ. 34 હજાર 600ની મત્તા ચોરીને લઈ ગયા હતા.

આ સંબંધે બોરવાણી ગામના વિજયભાઈ નાનુભાઈ પણદાએ નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...