તસ્કરોનો ત્રાસ:દાહોદની આર્શિવાદ હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરમાં તસ્કરોનો હાથફેરો, રૂ. 1.12 લાખની ચોરી કરી ફરાર

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શટર તોડીને તસ્કરો દુકાનમાં ઘુસી ગયા, પોલીસ ફરિયાદ નોંધાવાઈ

દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તાર ખાતે આર્શિવાદ હોસ્પિટલમાં આવેલી એક મેડિકલ સ્ટોરમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. મેડિકલ સ્ટોરનું શટર તોડી પ્રવેશ કરી રૂા. 1.12 લાખની રોકડ રકમ ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદ શહેરમાં આવેલા અને ચોવીસ કલાક ધમધમતો એવો વિસ્તાર ગોવિંદનગર ખાતે આવેલી આર્શિવાદ હોસ્પિટલમાં આવેલ શ્રીજી મેડિકલ સ્ટોરમાં રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમો મેડિકલ સ્ટોરમાં ત્રાટક્યાં હતાં. આ મેડિકલ સ્ટોરની શટરની ઠેસી તોડી નાંખી મેડિકલ સ્ટોરમાં તેમણે પ્રવેશ કર્યો હતો.

મેડિકલ સ્ટોરના ડ્રોઅરમાં મુકી રાખેલા રોકડા રૂપિયા 1 લાખ 12 હજાર તસ્કરો ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે દાહોદ શહેરમાં રહેતાં જતીનકુમાર મોહનલાલ પ્રજાપતિએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...