તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમાકુની તસ્કરી:દેવગઢ બારીયામાં ગોડાઉનના તાળાં તોડી તસ્કરો રૂ. 2.40 લાખની ગુટખા ચોરી ગયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 10 બોરીઓ ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક ગોડાઉનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો.ગોડાઉનમાંથી વિમલ ગુટખાની બોરીઓ નંગ.10 કિંમત રૂ. 2 લાખ 40 હજારનો માલ ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

દેવગઢ બારીયા નગરના સર્કલ બજારમાં આવેલા વિશાલકુમાર ચેતનકુમાર શાહ (રહે.પારેખ શેરી, દેવગઢ બારીઆ) ના ગોડાઉનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ગોડાઉનનો લાકડાનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યા હતો.

ગોડાઉનમાં મુકી રાખેલ વિમલ ગુટખાની બોરીઓ નંગ.10 કિંમત રૂ. 2 લાખ 40 હજારનો માલ ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે વિશાલકુમાર ચેતનકુમાર શાહે દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...